સદાબહાર અભિનેતા : “જીંદગી એક સફર હૈ સુહાના”, જાણો ‘કાકા’ની રસપ્રદ વાતો…
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં પ્રથમ સુપરસ્ટાર તરીકે જાણીતા રાજેશ ખન્નાનો આજે જન્મદિવસ છે. રાજેશ ખન્નાને બોલિવૂડમાં ‘કાકા’ના નામે ઓળખવામાં આવે છે. રાજેશ ખન્નાએ હિન્દી ફિલ્મ જગતમાં ઘણી એવી ફિલ્મો આપી છે કે જે આજે પણ દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. રાજેશ ખન્નાએ 1969 થી 1971 સુધી સતત 15 સુપરહિટ ફિલ્મો આપી હતી.
રાજેશ ખન્નાએ ‘આરાધના’, ‘દો રાસ્તે’, ‘ખામોશી’, ‘સચ્ચા ઝુઠા’, ‘ગુડ્ડી’, ‘કટી પતંગ’, ‘સફર’, ‘દાગ’, ‘અમર પ્રેમ’, ‘પ્રેમ નગર’, ‘નમક હરામ’, ‘રોટી’, ‘સૌતન’, ‘અવતાર’ જેવી એકથી એકે ચડિયાતી ફિલ્મો બોલિવુડને આપી છે. ત્યારબાદ પછી રાજકારણમાં પણ હાથ અજમાવ્યો.
રાજેશ ખન્નાનો જન્મ 29 ડિસેમ્બર, 1942ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. રાજેશ ખન્નાનું સાચું નામ જતીન ખન્ના હતું. તેમના કાકા કેકે તલવારે ફિલ્મોમાં પ્રવેશતા પહેલા તેમનું નામ જતીનથી બદલીને રાજેશ કર્યુ હતું. ઈન્ડસ્ટ્રીમાં લોકો રાજેશ ખન્નાને ‘કાકા’ના નામથી બોલાવતા હતા. પરિવાર સાથે મુંબઈ શિફ્ટ થયા બાદ, રાજેશ ખન્ના મુંબઈ ગોરેગાંવ ચોપાટી પર રહેતા હતા. ત્યાંથી તેમણે શાળા અને કૉલેજનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. રાજેશ ખન્નાના ક્લાસમેટ રવિ કપૂર એટલે કે એક્ટર જીતેન્દ્ર હતા. રાજેશ ખન્નાએ પ્રખ્યાત અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે રાજેશ ખન્નાને બે દીકરીઓ છે. ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્ના છે. સદનસીબે તેમની દીકરી ટ્વિંકલ ખન્નાનો જન્મ પણ 29 ડિસેમ્બરે જ થયો હતો. રાજેશ ખન્ના શાળા દરમિયાન જ થિયેટર તરફ ઝુકાવ ધરાવતા હતા. જે પછી તેણે ઘણા નાટકોમાં ભાગ લીધો અને અનેક ઈનામો પણ જીત્યા હતા. 60 ના દાયકાની શરૂઆતમાં, રાજેશ ખન્ના તેમની MG સ્પોર્ટ્સ કારમાં ઓડિશનમાં જનારા પ્રથમ ન્યૂકમર હતા.
રાજેશ ખન્નાને ફિલ્મ ‘આરાધના’, ‘ઇત્તેફાક’, ‘બહારોં કે સપને’ અને ‘ઓરત’ ફિલ્મને કારણે ઘણી ઓળખ મળી. તેથી જ અભિનેત્રી વહીદા રહેમાને તેમની ફિલ્મ ‘ખામોશી’ માટે દિગ્દર્શક અસિત સેનને ‘રાજેશ ખન્ના’નું નામ સૂચવ્યું હતું. તે દિવસોમાં, રાજેશ તેના મિત્ર રવિ કપૂર એટલે કે જિતેન્દ્રને ફિલ્મોમાં ઓડિશનનો દાવ-પેચ સમજાવતા હતા. પ્રતિભા સ્પર્ધા દ્વારા ફાઇનલિસ્ટ બન્યા પછી, રાજેશ ખન્નાએ તેમની પ્રથમ ફિલ્મ ‘આખરી ખત’ કરી. જેનું નિર્દેશન ચેતન આનંદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને ભારત દ્વારા 40માં ઓસ્કાર એવોર્ડ માટે પણ મોકલવામાં આવી હતી.
ફિલ્મ ‘આરાધના’ પછી રાજેશ ખન્નાને પ્રથમ સુપરસ્ટાર જાહેર કરવામાં આવ્યા હતા. શર્મિલા ટાગોર અને ફરીદા જલાલ સાથે આ ફિલ્મમાં રાજેશ ખન્નાએ શાનદાર કામ કર્યું હતું. રાજેશ ખન્નાને વર્ષ 2013માં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ફિલ્મો સિવાય તેમણે રાજકારણમાં પણ ઝંપલાવ્યું અને કોંગ્રેસ પાર્ટીમાંથી સાંસદ બન્યા અને લોકસભામાં પણ પહોંચ્યા હતાં.
બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના, જેમણે બોલિવૂડ પર રાજ કર્યુ અને તેમના જેવું સ્ટારડમ કદાચ જ કોઇએ માણ્યુ હશે. રાજેશ ખન્ના એક એવા સ્ટાર હતા જેમના નામે મોટા મોટા રેકોર્ડ છે અને આજ સુધી તે રેકોર્ડ કોઇ તોડી શક્યુ નથી.
ગુલઝારને કર્યા હતા ઇગ્નોર
1970નો સમય એટલે રાજેશ ખન્નાનો સમય. ઇન્ડસ્ટ્રીમાં જો કોઇ સુપરસ્ટાર કે મહાનાયક કે કહો તો માત્ર એક જ વ્યક્તિનુ નામ આવે રાજેશ ખન્ના. ગુલઝાર સાથે કામ કરવા માટે કોઇ પણ વ્યક્તિ ના ન પાડે અને ગુલઝારને ઇગ્નોર કરવાની વાત તો કોઈ સપનામાં પણ ન વિચારી શકે. 1970માં ગુલઝારે રાજેશ ખન્નાને ધ્યાનમાં રાખીને એક ફિલ્મ લખી હતી અને તેને સાઇન કરવા માટે તે રાજેશ ખન્નાને મળવા પણ ગયા હતા. રાજેશ ખન્ના તે સમયે દરબાર ભરતા હતા. ગુલઝાર સાહેબ કે જે 10 વાગે સુઇ જનારા વ્યક્તિ હતા તેમણે રાજેશ ખન્નાની 1 વાગ્યા સુધી રાહ જોઇ પરંતુ રાજેશ ખન્ના તેમની દરબારની મહેફીલમાં વ્યસ્ત હતા. ગુલઝાર સાહેબ 1 વાગે ઘરે જતા રહ્યાં અને બીજા જ દિવસે તેમણે જીતેન્દ્રને તે ફિલ્મમાં કાસ્ટ કરી લીધા. તે રાત બાદ ક્યારેય ગુલઝાર રાજેશ ખન્નાને મળ્યા પણ નહી.
હિરોઇને મચક ન આપી
રાજેશ ખન્ના તે સમયના પારસમણિ હતા. જેને અડે તે સોનુ થઇ જતું. જે ફિલ્મમાં કામ કરે તે ફિલ્મ હીટ થઇ જાય. રાજેશ ખન્નાને ગમતુ હતુ કે હિરોઇન તેમના ઇગોને સંતોષે અને એક્ટર તેની મજા લે. સમગ્ર બોલિવૂડમાં દરેક હિરોઇન તેમના ઇગોને સંતોષતી હતી પરંતુ એક માત્ર એક્ટ્રેસ કે જેણે ક્યારેય રાજેશ ખન્નાના ઇગોને સંતોષ્યો ન હતો તે હતી જયા બચ્ચન.બાવરચી સિવાય બંનેએ ક્યારેય સાથે કામ પણ નહોતુ કર્યું.
રાજેશ ખન્નાના અફેર
રાજેશ ખન્ના જેટલા હિટ ફિલ્મો માટે ફેમસ હતા તેટલા જ ફેમસ તે અફેર માટે પણ રહ્યા હતા. રાજેશ ખન્નાનું અફેર અંજુ મહેન્દ્ર સાથે હતું કે જે બોલિવૂડની એક્ટ્રેસ હતી. તે સિવાય એક પત્રકાર દેવ્યાની સાથે પણ તેમનું અફેર હતું. તેમણે 16 વર્ષની ડિમ્પલ સાથે લગ્ન કરીને સૌને આશ્ચરચકિત કરી દીધા હતા.
ડિમ્પલ સાથે લગ્ન કરી બધાને ચકિત કરી દીધા
1972માં તેમનાં લગ્ન થયાં. આ તે સમયના સૌથી મોટા ન્યૂઝ હતા. કારણકે બધા જાણતા હતા કે અંજુ મહેન્દ્ર સાથે કાકાની લવ સ્ટોરી ચાલી રહી હતી, પણ ‘બોબી’ ગર્લ ડિમ્પલ સાથે લગ્ન કરીને રાજેશ ખન્નાએ બધાને ઝાટકો આપ્યો હતો. લગ્ન સમયે જાન જાણી જોઈને પોતાની ગર્લફ્રેન્ડના ઘરની સામેથી લઇ જવામાં તેમને કોઈ વિચિત્ર સુખ મળ્યું. તેમનું વર્તન અમુકવાર અણસમજુ જેવું હતું. તે પણ તેમના વ્યક્તિત્ત્વનો એક ભાગ હતો. ડિમ્પલ અને રાજેશ ખન્ના વચ્ચે અણબનાવ થતા તેણે રાજેશ ખન્નાનું ઘર છોડી દીધુ હતું.
ડિમ્પલ સાથે લગ્ન કરી બધાને ચકિત કરી દીધા
1972માં તેમનાં લગ્ન થયાં. આ તે સમયના સૌથી મોટા ન્યૂઝ હતા. કારણકે બધા જાણતા હતા કે અંજુ મહેન્દ્ર સાથે કાકાની લવ સ્ટોરી ચાલી રહી હતી, પણ ‘બોબી’ ગર્લ ડિમ્પલ સાથે લગ્ન કરીને રાજેશ ખન્નાએ બધાને ઝાટકો આપ્યો હતો. લગ્ન સમયે જાન જાણી જોઈને પોતાની ગર્લફ્રેન્ડના ઘરની સામેથી લઇ જવામાં તેમને કોઈ વિચિત્ર સુખ મળ્યું. તેમનું વર્તન અમુકવાર અણસમજુ જેવું હતું. તે પણ તેમના વ્યક્તિત્ત્વનો એક ભાગ હતો.
ઇગોના કારણે છોડી આ ફિલ્મ
મનોજ કુમાર કે જે દેશભક્તિની ફિલ્મો બનાવવા માટે જાણીતા છે તેમણે રાજેશ ખન્નાને લઇને નયા ભારત નામની ફિલ્મ બનાવવાનું વિચાર્યુ અને તેમને સાઇન પણ કર્યા. તે ફિલ્મમાં મનોજ કુમારનો પણ સેમ રોલ હતો પરંતુ પરદા પર કોનું નામ પહેલા આવશે તેને લઇને ઇગો ક્લેશ થતા આ ફિલ્મ ક્યારેય બની જ નહી.
આઉટ ઓફ કંટ્રોલ
રાજેશ ખન્નાની પોપ્યુલારીટી અને સક્સેસ એટલી બધી હતી કે તેમના કંટ્રોલમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રી હતી. ડિરેક્ટર, રાઇટર, એક્ટર દરેક લોકો રાજેશ ખન્ના કહે તેમ કરતા હતા, તે માત્ર એક જ વ્યક્તિના કંટ્રોલમાં રહેતા હતા તે છે ઋષિકેશ મુખર્જી.
રાજેશ ખન્નાએ 1966માં ચેતન આનંદની આખરી ખત ફિલ્મથી એન્ટ્રી કરી. મજાની વાત એ છે કે આ ફિલ્મને 1967માં ઑસ્કાર માટે મોકલવામાં આવી હતી. ત્રણ દાયકાની કરિયરમાં રાજેશ ખન્નાએ માત્ર બાવીસ મલ્ટી સ્ટારર ફિલ્મોમાં કામ કર્યું. જ્યારે તેમની હીરો તરીકેની સોલો ફિલ્મોની સંખ્યા સો કરતા પણ વધુ છે.
રાજેશ ખન્ના બૉલિવુડના પહેલા સુપરસ્ટાર હતા. રાજેશ ખન્નાની આરાધના બ્લૉકબસ્ટર હિટ થયા બાદ ક્રિટિક્સે તેમને ભારતદીય સિનેમાના પહેલા સુપરસ્ટારનું બિરુદ આપ્યું હતું. તેઓ ભારતના એક માત્ર એક્ટર છે જેમના 1969થી 1971 દરમિયાન રિલીઝ થયેલી તમામ ફિલ્મો સુપરહિટ હતી. તેમની એક પછી એક 17 ફિલ્મો હિટ થઈ અને આ રેકૉર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી.
રાજેશ ખન્ના જ્યારે તેમની સફળતાની ટોચે હતા ત્યારે બૉમ્બે યુનિવર્સિટીમાં તેમના પર નિબંધ અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવ્યો હતો. તેમજ આ નિબંધનું નામ હતું ધ કરિશ્મા ઑફ રાજેશ ખન્ના. એટલું જ નહીં, બીબીસી (બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કટર્પોરેશન)ને તેમના પર એક ફિલ્મ પણ બનાવી હતી જેનું નામ હતું બૉમ્બે સુપરસ્ટાર ગલ 1974.
રાજેશ ખન્નાએ પોતાના કરિયરમાં 180 ફિલ્મોમાં કામ કર્યું, જેમાં 163 ફીચર ફિલ્મો અને 17 શોર્ટ ફિલ્મો હતી. અદભુત એક્ટિંગ માટે તેમને ત્રણવાર ફિલ્મફેર બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો. તે અવોર્ડ માટે 14 વખત નોમિનેટ પણ થયા છે. આ સિવાય ઇન્ડિયન સિનેમામાં યોગદાન આપવા માટે ઘણા અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. 18 જુલાઈ, 2012ના રોજ રાજેશ ખન્ના આ દુનિયા છોડીને જતા રહ્યા.
લોહીથી છોકરીઓ લેટર લખતી હતી
એક જમાનામાં તેમનો ક્રેઝ એવો હતો કે ક્યારેક તેમની ગાડીથી ઊડતી ધૂળને પણ ફેન્સ ઉઠાવી લેતા હતા. સ્ટુડિયોમાં તેમની ગાડીને છોકરીઓ કિસ કરી લેતી હતી. અમુક છોકરીઓ તેના લોહીથી લેટર લખતી હતી. આ ગાંડપણ જ હતું પણ આનાથી તેમની પોપ્યુલારિટીની ખબર પડે છે.
મહમૂદે લાફો માર્યો હતો
મહમૂદ ‘જનતા હવલદાર’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. તેમાં રાજેશ ખન્નાને કાસ્ટ કરવામાં આવ્યા. એક દિવસ મહમૂદ તેમના ફાર્મહાઉસ પર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યાં મહમૂદનો એક દીકરો રાજેશને મળ્યો અને સીધો દુઆ સલામ કરીને નીકળી ગયો. રાજેશ આનાથી નારાજ થઇ ગયો કે માત્ર હેલ્લો કેમ કહ્યું? ત્યારબાદ રાજેશ ખન્ના સેટ પર લેટ આવવા લાગ્યા.
શૂટિંગમાં રોજ મોડું થતા મહમૂદને ગુસ્સો આવ્યો. તે ફિલ્મના ડિરેક્ટર પણ હતા અને એક્ટર પણ. એક દિવસ તેમણે બધા સામે રાજેશ ખન્નાને લાફો મારી દીધો. તેમણે રાજેશને કહ્યું, ‘તમે સુપરસ્ટાર હશો તમારા ઘર પર, મેં ફિલ્મ માટે તમને પૂરા પૈસા આપ્યા છે તો તમારે મારી ફિલ્મ સમયસર પૂરી કરવી જ પડશે.’
1969 થી 1971ના માત્ર ત્રણ વર્ષના ગાળામાં 15 ફિલ્મો સુપરહીટ તેના અભિનયથી થઇ હતી
રાજેશ ખન્નાનું નામ સાંભળતા જ સુપરસ્ટાર શબ્દ યાદ આવે ને તેની ફિલ્મોના ગીતો આજે પણ લોકો ગાવા માંડે છે. ‘મેરે સપનો કી રાની’ આરાધના ફિલ્મનું ગીત આજેપણ યુવાધન ગાય છે. આજે તેમનો 79મો જન્મ દિવસ છે. તેમનું મૂળ નામ જતીન ખન્ના હતું. ‘કાકા’ના હુલામણા નામથી બોલીવુડ સાથે સમગ્ર દેશમાં જાણીતા હતાં.
હિન્દી ફિલ્મજગતમાં સુપરસ્ટારનું ગૌરવ પ્રાપ્ત કરનાર તેઓ એકમાત્ર કલાકાર હતા. 1969 થી 1971ના માત્ર ત્રણ વર્ષના ગાળામાં તેમની 15 ફિલ્મો સુપરહિટ થઇ હતી જે એક રેકોર્ડ છે. તેઓએ 180 થી વધુ ફિલ્મોમાં અભિનયના ઓજશ પાથર્યા હતાં. 1991માં એમને ભારતીય સિનેમાના 25 વર્ષ પુરા કરવા બદલ ફિલ્મફેર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમને ત્રણ વખત ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો.
ભારતના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાના જીવન આધારિત ફિલ્મ પણ બનવા જઇ રહી છે. તેમનો જન્મ 29 ડિસેમ્બર 1942ના રોજ અમૃતસર ખાતે થયો હતો. ‘કાકા’નું અવસાન 18 જુલાઇ 2012ના રોજ મુંબઇ ખાતે થયું હતું. તેમણે ડિમ્પલ કાપડીયા સાથે લગ્ન કર્યા હતા ને ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્ના બે પુત્રીઓ હતી. તેમના જમાઇ જાણિતા અભિનેતા અક્ષય કુમાર છે. તેઓ લોકસભામાં સાંસદ પણ રહી ચુક્યા છે.
1965માં ઓલ ઇન્ડિયા ટેલેન્ટ કોન્ટેસ્ટ જીતીને નિર્માતાની નજરમાં આવેલા રાજેશ ખન્નાએ 1966માં આવેલી ચેતન આનંદની ફિલ્મ ‘આખરી ખત’થી અભિનય યાત્રા શરૂ કરી હતી. બાદમાં ‘રાઝ’ ફિલ્મથી તેમનું નામ હિરો તરીકે જાણીતું બન્યું હતું. તેમની જાણિતી ફિલ્મો આનંદ, આરાધના, ડોલી, ઇત્તેફાક, ખામોશી, હાથી મેરે સાથી, દો રાસ્તે, સચ્ચા-જુઠ્ઠા, આન મિલો સજના, બાવર્ચી, રાજા રાની, દાગ, રોટી, આપ કી કસમ અને કટી પતંગ જેવી હતી.
રાજેશ ખન્ના ગુરૂદત્ત, મીના કુમારી અને ગીતા દત્તને પોતાની આદર્શ મૂર્તિઓ ગણતા હતા, જ્યારે દિલીપ કુમાર, શમ્મી કપૂર અને દેવ આનંદની શૈલી તેમના અભિનયમાં જોવા મળતી હતી.
રાજેશ ખન્ના અત્યાર સુધીનો મહાન સુપરસ્ટાર રહ્યા છે. દાયકાઓમાં સ્ટારડમ તેની જેમ દેખાય છે. તેમનો પરિવાર આ સ્ટારડમથી સારી રીતે જાણતો હતો અને તેના ઘરની બહાર ચાહકોની હાજરી જોતો હતો. રાજેશના જન્મદિવસ પર, વસ્તુઓ જુદી જુદી હતી. એક કથાના સંદર્ભમાં, ટ્વિંકલે તેની એક મોટી ગેરસમજ વિશે જણાવ્યું.