ટ્રેન્ડિંગયુટિલીટીવિશેષવીડિયો સ્ટોરીશ્રી રામ મંદિર

ક્યારેય બિસ્કિટથી બનેલું આવું સુંદર રામ મંદિર જોયું છે?

Text To Speech

પશ્ચિમ બંગાળ, 18 જાન્યુઆરી : આયોધ્યાના રામ મંદિરના ઉદ્દઘાટન કાર્યક્રમને લઈને સમગ્ર દેશમાં આનંદનો માહોલ છે. આ કાર્યક્રમને ભવ્ય અને વિશેષ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.  તેમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ તેની અદભૂત પ્રતિભાથી પારલે-જી બિસ્કિટનો ઉપયોગ કરીને એક સુંદર રામ મંદિર ઊભું કરી દીધું છે.

વાઈરાલ વીડિયો 

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરના છોતન ઘોષે વાયરલ વિશ્વમાં હેડલાઇન્સ બનાવી છે. આ વ્યક્તિએ  20 કિલોના પારલે-જી બિસ્કિટનો ઉપયોગ કરીને રામ મંદિરની 4 બાય 4 ફૂટની પ્રતિકૃતિ બનાવી છે. ઘોષે તેના મિત્રો સાથે મળીને થર્મોકોલ, પ્લાયવુડ, ગ્લુ ગન અને બિસ્કિટનો ઉપયોગ કરીને લગભગ પાંચ દિવસમાં આ અનોખું માસ્ટરપીસ બનાવ્યું છે. તેની આ પવિત્ર રચનાએ લોકોનાં દિલ જીતી લીધા છે. આ વીડિયોને 50 હજારથી પણ વધુ લોકોએ જોયો છે અને કોમેન્ટો કરીને કહ્યું કે, અદ્દભુત શું ટેલેન્ટ છે ભાઈ…

ઘોષની પ્રતિભાનો જાદુ દર્શાવતા આ વીડિયોએ તેને ટૉક ઑફ ધ ટાઉન બનાવી દીધો છે અને બધાને ચોંકાવી દીધા છે. આવી અદભૂત પ્રતિમાઓ બનાવવાનો ઘોષનો આ પહેલો પ્રયાસ નથી. આ અગાઉ, તેણે ઈસરોના ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ બનાવી હતી, જેમાં એક રૉકેટ દર્શાવવામાં આવ્યું હતું. તે મોડેલ પ્રદર્શિત કરતાં તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમાં તેણે આશરે 30 ફૂટની ઊંચાઈએ આકાશમાં આ રૉકેટને ઉડાવ્યું હતું.

આ પણ વાંચો : શું ઐશ્વર્યાને મળશે તારક મહેતા શોમાં એન્ટ્રી?

Back to top button