ટ્રેન્ડિંગનેશનલલાઈફસ્ટાઈલ

શું ક્યારેય બાથરૂમ સાફ કરતો રોબોટ જોયો છે? આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો

Text To Speech
  • એ સમય દૂર નથી જ્યારે માનવીના બધા કામ રોબોટ દ્વારા કરવામાં આવશે

નવી દિલ્હી, 19 જાન્યુઆરી: આપણે સંપૂર્ણપણે ટેક્નોલોજીથી ઘેરાયેલા છીએ. આપણું અડધાથી વધુ કામ ટેક્નોલોજી પર આધારિત છે. સરળ શબ્દોમાં કહીએ તો, આપણે લગભગ તમામ કામ ટેક્નોલોજીની મદદથી કરીએ છીએ. માત્ર થોડી જ વસ્તુઓ છે જે આપણે આપણા હાથથી કરીએ છીએ જેમ કે રસોઈ, માવજત અને હા બાથરૂમની સફાઈ પણ માણસો કરે છે. પરંતુ તે સમય દૂર નથી જ્યારે આ કામ રોબોટ દ્વારા કરવામાં આવશે. તેનું એક ઉદાહરણ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. આનંદ મહિન્દ્રા દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલો વિડિયો તમે આ પહેલા ક્યારેય નહીં જોયો હોય. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક રોબોટ કોઈની મદદ વગર આખા બાથરૂમની સફાઈ કરી રહ્યો છે.

 

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?

ભારતના પ્રખ્યાત બિઝનેસમેન આનંદ મહિન્દ્રાને લગભગ બધા લોકો ઓળખે છે. તે એક બિઝનેસમેન છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને સમયાંતરે એવા વીડિયો શેર કરે છે જે લોકોને ઉપયોગી થઈ શકે અથવા લોકોને આશ્ચર્યમાં મૂકી શકે. તેણે ફરી એકવાર આવો જ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાઈ છે કે, એક મશીન બાથરૂમનો દરવાજો ખોલીને અંદર પ્રવેશે છે. આ પછી તે આખું બાથરૂમ સાફ કરે છે અને બાદમાં તે દરવાજો ખોલીને બહાર જાય છે.

લોકોએ રમુજી કોમેન્ટ કરી

 અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ યુઝર્સે ફની કોમેન્ટ્સનો વરસાદ કર્યો છે. એક યુઝરે લખ્યું છે કે, “મશીનને ટિપ પણ મળશે.” અન્ય એક યુઝરે લખ્યું કે, “ફરક માત્ર એટલો છે કે જો કોઈ બાથરૂમનો ઉપયોગ કરવા માંગે છે, તો સફાઈ કરનારાઓ કહે છે ભાઈ, 15-20 મિનિટ પછી આવો. જે હવે નહીં થાય. ત્રીજા યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું કે રોબોટ જૈનિટર સુપર છે પરંતુ આ હોટલના બાથરૂમમાં પણ સીસીટીવી છે.

આ પણ જુઓ :સ્પાઇડરમેન: ભજન ફ્રોમ હોમ ! સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

Back to top button