અત્યાર સુધીની પ્રથમ ઘટના : Google હવે આટલાં માણસો નહીં પણ આ લોકોને કરશે છૂટા !
હાલમાં ટેક કંપનીઓ સહિત તમામ સ્થાનો પર છટણીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે હવે દરેક કંપનીઓમાંથી અલગ અલગ પ્રકારની છટણી થઈ રહી છે. આ વચ્ચે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ફરી એકવાર છૂટા કરવાની પ્રક્રિયા હાથી ધરી છે પણ આ વખત માણસો નહીં પણ રોબોટને છૂટા કરવાનો નિર્ણય કરી રહ્યા છે.
એક અહેવાલ અનુસાર આલ્ફાબેટનો એવરીડે રોબોટ્સ પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યો છે. આ પહેલા દિગ્ગજ સર્ચ એન્જિન કંપની લગભગ 12,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી ચૂકી છે. જેમાં આગામી દિવસોમાં 100 જેટલા રોબોટ્સ કાઢી મુકવામાં આવશે. કંપનીના એવરીડે રોબોટ્સ પ્રોજેક્ટ એ ગૂગલની એક્સપેરિમેન્ટલ એક્સ લેબોરેટરીઝ હેઠળનું એક યુનિટ હતું, જેને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ બંધ કરી દીધું છે. આ અંતર્ગત એક હાથે 100 રોબોટને તાલીમ આપવામાં આવી હતી. આ વ્હીલવાળા રોબોટ્સ કંપનીના કાફેટેરિયાને સાફ કરવામાં મદદ કરતા હતા.
કંપની દ્વારા ઘણા રોબોટ પ્રોટોટાઇપને લેબની બહાર પણ મોકલવામાં આવ્યા છે, અને તેઓ Google Bay Area માં સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ રોબોટ્સ ટેબલ સાફ કરવા, કચરો અલગ કરવા અને રિસાયકલ કરવા માટે કાર્યરત હતા. કોરોના મહામારી દરમિયાન કોન્ફરન્સ રૂમને સાફ કરવા માટે પણ આ રોબોટ્સની મદદ લેવામાં આવી હતી. રોબોટ ડિવિઝન બંધ થયા બાદ તેની ટેક્નોલોજીનો ઉપયોગ અન્ય કોઈ ડિવિઝનમાં થઈ શકે છે.
આ પણ વાંચો : IBM ચીફની ગંભીર ભવિષ્યવાણી, AI ના કારણે આ ક્ષેત્રોમાં નોકરીના દરવાજા બંધ થશે
આલ્ફાબેટે છેલ્લાં કેટલાંક વર્ષો શીખવા માટે એક સંકલિત હાર્ડવેર અને સોફ્ટવેર સિસ્ટમ વિકસાવવામાં વિતાવ્યા છે. આ દ્વારા, કંપની વર્ચ્યુઅલ વિશ્વમાંથી વાસ્તવિક દુનિયામાં જ્ઞાનને સ્થાનાંતરિત કરવા માંગે છે. રોબોટ પણ આખી દુનિયામાં લોકપ્રિય થઈ રહ્યા છે. મનુષ્ય તેમની પાસેથી અનેક પ્રકારના કામ લેતો હોય છે. મશીન લર્નિંગ ટેક્નિક, રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ, ડેમોન્સ્ટ્રેશન જેવી વસ્તુઓ વડે આ કરવું શક્ય છે. ખોટનો સામનો કરી રહેલી ટેક કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે વિકલ્પો શોધી રહી છે. ગૂગલે કામ પર પાછા ફરેલા કર્મચારીઓને ખર્ચ ઘટાડવા સાથીદારો સાથે ડેસ્ક શેર કરવા માટે પણ કહ્યું છે, જેથી ઓફિસની જગ્યા વધારી શકાય.