આજે પણ તેમનો એક-એક ડાયલોગ યાદ છે, બિગ બી માટે રેખાએ કહી દિલની વાત
- આટલા વર્ષોના અધૂરા પ્રેમ છતાં પણ રેખા અમિતાભ બચ્ચનની દરેક વાત યાદ રાખે છે. રેખાએ પોતે તેના દિલની વાત જણાવી છે
2 ડિસેમ્બર, મુંબઈઃ ‘ઉમરાવ જાન’, ‘સિલસિલા’, ‘મુક્કદર કા સિકંદર’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી લાખો ચાહકોના દિલ જીતનારી પીઢ અભિનેત્રી રેખાના આજે પણ એટલા જ ચાહકો છે. જોકે તેની લવ લાઈફ કોઈનાથી છુપાયેલી નથી. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે રેખાનું અફેર એટલું ચર્ચામાં હતું કે આજે પણ તેનું નામ સાંભળતા જ અભિનેત્રીનો ચહેરો લાલ થઈ જાય છે. આટલા વર્ષોના અધૂરા પ્રેમ છતાં પણ રેખા બિગ બીની દરેક વાત યાદ રાખે છે. રેખાએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
રેખાએ બિગ બીની વાત પર કર્યું રિએક્ટ
તાજેતરમાં જ અભિનેત્રીએ બિગ બી સાથે જોડાયેલી એક ખાસ વાત પર જે પ્રતિક્રિયા આપી તે હવે વાયરલ થઈ રહી છે. રેખા નેટફ્લિક્સ પર ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોના આગામી એપિસોડમાં જોવા મળવાની છે. આ દરમિયાન અમિતાભ બચ્ચન સાથે સંબંધિત એક ઘટના પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રીએ કહ્યું કે, મને તેમના દરેક ડાયલોગ યાદ છે. આ સાંભળીને ચાહકો ખૂબ તાળીઓ પાડવા લાગ્યા. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
વિડિયોમાં જોઈ શકાય છે કે કપિલ રેખાની પાસે બેસીને KBC સાથે જોડાયેલો પોતાનો કિસ્સો સંભળાવી રહ્યો છે. કપિલ કહે છે કે, એકવાર હું અમિતાભ બચ્ચન સાથે કેબીસીની હોટ સીટ પર બેઠો હતો. મારી મા પહેલી રોમાં બેઠી હતી. વાત કરતા કરતા અમિતજીએ મારી માતાને પૂછ્યું, દેવીજી, તમે શું ખાઈને આને જન્મ આપ્યો છે? જ્યારે કપિલ બિગ બીનું અનુકરણ કરે છે, ત્યારે રેખા તેને અટકાવે છે અને કહે છે, દાલ રોટી… મને યાદ છે… મને પૂછો, મને તેમના એક એક ડાયલોગ યાદ છે.
આ પણ વાંચોઃ પીએમ મોદી જોશે વિક્રાંત મેસીની ફિલ્મ The Sabarmati Repor, સંસદમાં થશે સ્ક્રીનિંગ