ટ્રેન્ડિંગનેશનલ

માતાના નિધન બાદ પણ કોલકાતાના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાશે વડાપ્રધાન મોદી

Text To Speech

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવારે વહેલી સવારે 100 વર્ષની વયે અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર હોસ્પિટલમાં નિધન થયું હતું. પીએમ મોદીએ ખુદ ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી. પીએમ મોદી આજે પશ્ચિમ બંગાળમાં રૂ. 7,800 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના હતા. આ માટે તેઓ કોલકાતા જવાના હતા. પરંતુ માતા હીરા બાના અવસાનને કારણે તેમણે પોતાનું નિયત કાર્યક્રમ રદ કરીને અમદાવાદ આવ્યા છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીના માતાના નિધન પર અનેક નેતાઓએ કર્યું ટ્વિટ અને પાઠવી શ્રદ્ધાંજલિ

PMની કોલકાતા મુલાકાત રદ

ભલે વડા પ્રધાને તેમની માતાના અવસાનને કારણે કોલકાતા જવાનો તેમનો કાર્યક્રમ રદ કર્યો છે, પરંતુ ત્યાં વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો ન હતો. સૂત્રોનું માનીએ તો વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમોમાં ભાગ લેશે. PM મોદી આજે સવારે 11.15 વાગ્યે હાવડા રેલવે સ્ટેશન પહોંચવાના હતા. અહીં તેઓ હાવડાથી ન્યૂ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરવાના હતા. આ સિવાય તેઓ કોલકાતામાં જોકા-તરતલા મેટ્રો પર્પલ લાઇનનું ઉદ્ઘાટન કરવાના હતા. તેઓ રાષ્ટ્રીય ગંગા પરિષદની બીજી બેઠકની અધ્યક્ષતા કરવાના હતા, જેમાં ગંગા નદી પસાર થતા 9 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપવાના હતા.

વીડિયો કોન્ફરન્સિંગથી જોડાઈ કાર્યકર્મ પૂર્ણ કરાવશે

પીએમની માતાના અવસાનથી પીએમ ગુજરાતમાં છે. ત્યારે આજની કોલકતાની તેમની મુલાકાત રદ્ કરવામાં આવી છે, પણ આજે કોલકોતામાં યોજાનાર કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગથી જોડાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાનું અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં આજે વહેલી સવારે 3.30 કલાકે અવસાન થયું છે.

Back to top button