ટ્રેન્ડિંગસ્પોર્ટસ

બોલ બાઉન્ડ્રીની બહાર નહીં પણ પીચ પાસે જ પળ્યો છતાં પણ ‘Six’, શરુ થયો વિવાદ

Text To Speech

ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ એટલે કે BBLમાં એક વિચિત્ર ઘટના બની છે. બેટ્સમેને એટલો ઉંચો શોટ રમ્યો કે બોલ સીધો જઈને સ્ટેડિયમની છત પર પડ્યો. હિટ કર્યા બાદ બોલ નીચે આવ્યો ત્યારે બધાની નજર અમ્પાયર તરફ હતી. ફિલ્ડિંગ ટીમને આશા હતી કે તેને ડેડ બોલ જાહેર કરવામાં આવશે, પરંતુ અમ્પાયરે બંને હાથ ઉંચા કરીને છગ્ગાનો સંકેત આપ્યો, જેના પછી નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો : રાશિદ ખાને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આપી દીધી ધમકી : કહ્યું-જો અફઘાનિસ્તાન સામે ODI શ્રેણી નહીં રમો તો…

આખરે શું થયું હતું  ? 

ચાલો હવે થોડું વિગતવાર જણાવીએ. વાસ્તવમાં શનિવારે મેલબોર્ન સ્ટાર્સ અને મેલબોર્ન રેનેગેડ્સ વચ્ચે ટક્કર થઈ હતી. સ્ટાર્સની ઈનિંગની ત્રીજી ઓવરમાં વિકેટ-કીપર બેટ્સમેન ડો ક્લાર્કે રેનેગેડ્સના ઝડપી બોલર વિલ સધરલેન્ડને એવો હવાઈ હુમલો કર્યો કે બધા આકાશ તરફ જોવા લાગ્યા. બોલ સ્ટેડિયમની છત પર અથડાયો અને 30 યાર્ડ સર્કલની અંદર પડ્યો અને ત્યારબાદ મેદાન પરના અમ્પાયરે તરત જ સિક્સરનો સંકેત આપ્યો.

કેમ થઈ રહ્યો છે વિવાદ ? 

આવી જ ઘટના 13 ઓવર પછી બની હતી જ્યારે ઓલરાઉન્ડર બ્યુ વેબસ્ટર ટોમ રોજર્સની છત સાથે અથડાયો હતો. અહીં બોલ પિચની નજીક પડ્યો હતો, પરંતુ ફરીથી છ રન આપવામાં આવ્યા હતા. રેનેગેડ્સના કેપ્ટન એરોન ફિન્ચ સહિત ઘણા લોકોએ આ નિર્ણયની ટીકા કરી હતી. તેણે કહ્યું, ‘આ બે સરળ કેચ પણ હોય શકતા હતા કેમ કે તેઓ બંને બોલ સીધા હવામાં ઉછળ્યા હતા.

BBL-2 પણ થયો હતો આ વિવાદ

બાય ધ વે, આ એરોન ફિન્ચની ડુપ્લીસીટી કહેવાશે કારણ કે આ નિયમ પણ તેના કારણે જ અસ્તિત્વમાં આવ્યો હતો. BBL-2 દરમિયાન ફિન્ચના કારણે જ નિયમો બદલાયા હતા. સિક્સર માટે જતા ફિન્ચનો એક શોટ સ્ટેડિયમની છત પર વાગ્યો, પછી તેને ડેડ બોલ જાહેર કરવામાં આવ્યો. વિવાદ બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આવા મામલામાં સિક્સર આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે આ મેચો બંધ સ્ટેડિયમ એટલે કે ઈનડોર સ્ટેડિયમમાં રમાઇ રહી છે, તેથી આ વિવાદો સામે આવ્યાં હતાં.

Back to top button