ગુજરાતના આ શહેરમાં રૂ.1,240 કરોડના ખર્ચે એરપોર્ટ બન્યું છતાં એક પણ ઈન્ટરનેશનલ ફ્લાઇટ ન આવી
- આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનો વિકાસ કર્યો
- ગુજરાત સરકારે જમીન વિના મૂલ્યે આપી છે
- સરકારે સોમવારે રાજ્યસભામાં આ કબૂલાત કરી છે
ગુજરાતના રાજકોટ શહેરમાં રૂ.1,240 કરોડના ખર્ચે એરપોર્ટ બન્યું છતાં એક પણ ઈન્ટરનેશનલ ફ્લાઇટ આવી નથી. જેમાં રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રીએ કબૂલાત કરી છે. એરપોર્ટ માટે જમીન સંપાદન પ્રક્રિયા પાછળ કુલ કેટલો ખર્ચ કરાયો તેવો પ્રશ્ન પણ પુછાયો છે. એક પણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પરથી જતી નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં શ્રાવણ માસ દરમ્યાન આ વસ્તુઓના ભાવમાં થયો વધારો
એક પણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પરથી જતી નથી
રાજકોટ (હિરાસર) ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા પાછળ રૂ.1,240 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, અલબત્ત, એક પણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પરથી જતી નથી, સોમવારે રાજ્યસભામાં કેન્દ્ર સરકારે એક સવાલના જવાબમાં આ માહિતી પૂરી પાડી હતી. રાજકોટમાં એરપોર્ટ બનાવવા પાછળ કુલ કેટલો ખર્ચ થયો, એરપોર્ટ માટે જમીન સંપાદન પ્રક્રિયા પાછળ કુલ કેટલો ખર્ચ કરાયો, આ ઉપરાંત ભવન અને રનવેનું નિર્માણ કરવા તેમજ એરપોર્ટ ખાતે અન્ય સુવિધાઓ ઊભી કરવા માટે કેટલા નાણાં અત્યાર સુધીમાં વપરાયા?
રાજકોટ (હિરાસર) આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનો વિકાસ કર્યો
હાલમાં રાજકોટના એરપોર્ટ ખાતેથી કેટલી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોનું સંચાલન થાય છે તે વિશે માહિતી માગવામાં આવી હતી, જેના જવાબમાં રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રીએ લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગુજરાત સરકારની મદદથી રાજકોટ (હિરાસર) આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનો વિકાસ કર્યો છે, જૂન 2024ના અંત સુધીમાં એરપોર્ટના વિકાસ પાછળ 1,405 કરોડના અંદાજિત પ્રોજેક્ટમાં રૂ.1,240 કરોડનો ખર્ચ થયો છે. ગુજરાત સરકારે જમીન વિના મૂલ્યે આપી છે. અલબત્ત, એક પણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પરથી જતી નથી, કેન્દ્ર સરકારે સોમવારે રાજ્યસભામાં આ કબૂલાત કરી છે.