ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

હેલ્ધી ગણાતી આ વસ્તુઓ પણ થાઈરોઈડના દર્દીઓ માટે છે ખરાબ

  • થાઈરોઈડ એક એવી સમસ્યા છે, જે આજની લાઈફમાં સામાન્ય બની ચુકી છે. ખાસ કરીને પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં થાઈરોઈડની સમસ્યા વધુ જોવા મળે છે.

આજની લાઈફસ્ટાઈલના કારણે લોકો અલગ અલગ રોગનો ભોગ બને છે. મોટાભાગના લોકો બીપી, શુગર જેવી અનેક બીમારીઓથી ગ્રસિત છે. તેવી જ બીમારીમાં સામેલ છે થાઈરોઈડ. આ એક એવી સમસ્યા છે, જે આજની લાઈફમાં સામાન્ય બની ચુકી છે. ખાસ કરીને પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં થાઈરોઈડની સમસ્યા વધુ જોવા મળે છે. આ સમસ્યાને નિયંત્રણમાં રાખવા માટે સાવધાની રાખવી જોઈએ. એવી કેટલીક વસ્તુઓ જે આરોગ્ય માટે ફાયદાકારક છે તેમાં ગોઈટ્રોજેન હોય છે. ગોઈટ્રોજેન એવો પદાર્થ છે જે થાઈરોઈડ હોર્મોનને બનતા રોકે છે. જાણો ખાવાની એ વસ્તુઓ વિશે જે થાઈરોઈડના પેશન્ટ માટે નુકશાનકારક છે.

 

પીનટ બટર

મગફળી અને તેના બટરમાં ગોઈટ્રોજન હોય છે, જે હાઈપોથાયરોડિઝમ માટે ખરાબ સાબિત થઈ શકે છે. તેથી થાઈરોઈડવાળી વ્યક્તિઓએ તે ખાવાથી બચવું જોઈએ.

 હેલ્ધી ગણાતી આ વસ્તુઓ પણ થાઈરોઈડના દર્દીઓ માટે છે ખરાબ hum dekhenge news

રાગી

રાગી આયરન, કેલ્શિયમ અને ફાઈબરથી ભરપૂર હોય છે. ડાયટમાં તેને સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ ગોઈટ્રોજેનિક ખોરાક હોવાના કારણે તેને પલાળીને અને સારી રીતે પકવીને મહિનામાં બેથી ત્રણ વાર જ ખાવું જોઈએ.

બદામ

બદામ સેલેનિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. તે બંને થાઈરોઈડ ફંકશન માટે સારા છે. જોકે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે બદામ એક ગોઈટ્રોજેનિક ફૂડ છે. તેથી વધુ માત્રામાં ખાવાથી તે થાઈરોઈડ વધારી શકે છે, તેનાથી થાઈરોઈડ ગ્રંથિનું આયોડિન અવશોષિત કરવાની ક્ષમતા ઘટી જાય છે. હાઈપોથાઈરોડ વાળા લોકો રોજ 3 જેટલી બદામ ખાઈ શકે, પરંતુ તેનાથી વધારે નહીં.

 હેલ્ધી ગણાતી આ વસ્તુઓ પણ થાઈરોઈડના દર્દીઓ માટે છે ખરાબ hum dekhenge news

સોયા

સોયા યુક્ત ખાવાની વસ્તુઓમાં થાઈરોઈડના લક્ષણોને યોગ્ય રીતે અવશોષિત કરવાની શરીરની ક્ષમતાને બદલીને પ્રભાવિત કરી શકીએ છીએ. સોયા આધારિત ખાવાની વસ્તુઓમાં ગોઈટ્રોજેન પણ મળી આવે છે, જે થાઈરોઈડ ગ્રંથિમાં બળતરા ઉત્પન્ન કરે છે, તેથી સોયામાંથી બનેલી વસ્તુઓથી દુર રહેવું જોઈએ.

ઘઉં

ઘઉંમા ગ્લુટેન હોય છે. ગ્લુટેન એક સંભવિત ગોઈટ્રોજેનિક ફુડ છે. ઓટોઈમ્યુન હોઈપોથાઈરોડિઝમની બાબતમાં ઘઉં ઓછા ખાવાની સલાહ આપવામાં આવે છે. રિપોર્ટ્સ કહે છે કે જે લોકો ગ્લુટેન-ફ્રી ડાયટ લે છે, તેમના બ્લડમાં એન્ટીબોડીનું કન્સંટ્રેશન ઘટે છે, જે થાઈરોઈડની ગ્રંથિ પર હુમલો કરે છે.

 

 હેલ્ધી ગણાતી આ વસ્તુઓ પણ થાઈરોઈડના દર્દીઓ માટે છે ખરાબ hum dekhenge news

થાઈરોઈડ માટે બેસ્ટ ફુડ

એક્સપર્ટનું માનવું છે કે કોથમીર, નારિયેળ, બ્રાઝિલ નટ્સ, સનફ્લાવર સીડ્, પમ્પકિન સીડ્સ અને મગ જેવી વસ્તુઓ થાઈરોઈડ પેશન્ટ માટે સારી છે.

આ પણ વાંચોઃ હરિહરનનું ભજન શૅર કરતા PMએ કહ્યું, ‘રામ ભક્તિમાં લીન થઈ જવાશે’

Back to top button