ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

પાણીના નળને પણ લોક લગાવ્યું જુઓ આ ગજબ જુગાડનો વાયરલ વીડિયો

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક, 17 મે: આ દુનિયામાં જુગાડ કરનારા લોકોની કોઈ કમી નથી. કેટલાક લોકો જ્યારે જરૂરી વસ્તુઓની અછત અનુભવે છે ત્યારે તેમનું મગજ ચલાવવાનું શરૂ કરે છે અને ગજબનો જુગાડ શોધીને પોતાની જરુરિયાતને પુરી કરી દે છે. પણ કેટલાક લોકોનું મગજ દરેક વસ્તુમાં જુગાડ કરવા માટે ચાલતું હોય છે. આ લોકો એવી તરકીબો લઈને આવે છે જે લોકોના મગજનો ફ્યુઝ ઉડાડી દે. હાલમાં આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે થોડા સમય માટે વિચારશો કે તેના વખાણ કરવા કે શું કરવું? તો ચાલો તમને આ અનોખા જુગાડ વિશે જણાવીએ.

જુઓ અહીં આ વીડિયો:

આવો જુગાડ ક્યાંય નહીં જોયો હોય

સામાન્ય રીતે બધાના ઘરમાં પાણી માટેના નળ હશે . આ સિવાય એક લોક પણ હશે જે પાણીના પ્રવાહને અટકાવે છે. તમે આ લોકને મુખ્ય પાઈપમાં લગાવ્યું હશે. પણ આ વ્યક્તિએ તો તેનાથી પણ બે ડગલા આગળ નીકળી ગયો. આ માણસે પાણી નીકાળવા માટે ટોટીમાં ચાવી વાળું લોક લગાવી દીધું. હવે જ્યારે પણ કોઈને ટોટીથી પાણી કાઢવું હોય તો પહેલા તેને ચાવી લગાવીને ફેરવવી પડશે અને એ પછી જ નળમાંથી પાણી બહાર આવશે. આ પછી નળને બંધ કરવા માટે ફરીથી ચાવી ફેરવીને બંધ કરી શકો છો. આ વીડિયો ઈન્સ્ટગ્રામ પર trollgramofficialનામના એકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને લોકોએ ઈમોઝીસ સાથેની ઘણી બધી કોમેન્ટ્સ આપી છે

આ પણ વાંચો: ઝાડ કાપતાની સાથે જ નીકળ્યું નળની જેમ પાણી, વાયરલ વીડીયો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા; જાણો શું છે મામલો

Back to top button