બિઝનેસ

ટામેટાના ભાવ આસમાને પણ આ એક શહેરમાં માત્ર 31 રુપિયા જ!!

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક: ગુજરાતમાં ચોમાસાની સીજન ચાલુ થતાની સાથે જ સામાન્ય વર્ગ મોંઘવારીથી ત્રસ્ત બન્યો છે. શાકભાજીઓના ભાવમાં વધારો થતો જોવા મળ્યો છે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં ટામેટાંના ભાવ ચિંતાજનક રીતે વધી ગયા છે. જે પહેલા 40 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા ટામેટાં અત્યારે 100 થી 140 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયા છે. જેના કારણે ગૃહિણીઓના બજેટ પર અસર જોવા મળી છે. પરંતુ આ ભાવમાં પણ રાજસ્થાનના એક શહેરમાં અત્યારે પણ માત્ર 31 રુપિયે જ ટામેટા વેચાય છે.

દેશના મોટા શહેરોમાં ટામેટાના ભાવ શું છે? જાણો:

ગુરુવારે ટામેટાનો છૂટક ભાવ ગુરુગ્રામમાં 140 રૂપિયા પ્રતિ કિલો હતો, બેંગલુરુમાં 110 રૂપિયા પ્રતિ કિલો, વારાણસીમાં 107 રૂપિયા પ્રતિ કિલો, હૈદરાબાદમાં 98 રૂપિયા પ્રતિ કિલો અને ભોપાલમાં 90 રૂપિયા પ્રતિ કિલો હતો. સામાન્ય રીતે, વર્ષના જુલાઈ-ઓગસ્ટ દરમિયાન ટામેટાના ભાવમાં વધારો થાય છે કારણ કે ચોમાસાને કારણે ખૂબ જ નાશવંત ચીજવસ્તુઓની લણણી અને પરિવહનને અસર થવાથી ચોમાસામાં લીલા શાકભાજીમાં ભાવ વધારો રહેતો હોય છે.

આ શહેરમાં માત્ર 31 રુપિયે જ વેચાય છે ટામેટા:

  • રાજસ્થાનના ચુરુ જિલ્લામાં ટામેટાં સૌથી સસ્તામાં વેચાતા જોવા મળ્યા હતા, જ્યાં પ્રતિ કિલો માત્ર 31 રૂપિયામાં વેચાતાં જોવા મળ્યા હતા. દેશના અન્ય મોટા શહેરોમાં ટામેટાના ભાવ વધુ જોવા મળ્યા છે.

અહીં ટામેટાના સૌથી વધુ ભાવ:

અખિલ ભારતીય સ્તરે ગુરુવારે ટામેટાનો સરેરાશ ભાવ 95.58 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો હતો. આંકડા મુજબ ટામેટાંનો સૌથી વધુ ભાવ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં જોવા મળ્યો હતો, જે 162 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો હતો.

આ પણ વાંચો: થ્રેડ્સ એપ તમારી પાસેથી શું-શું લઇ શકે છે? ડાઉનલોડ કરવાથી પહેલા સમજી લો

Back to top button