ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈના ઓશિવારા માર્કેટમાં ભીષણ આગ, ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

Text To Speech

મુંબઈના ઓશિવારામાં એક માર્કેટમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી ભયાનક લાગી છે કે સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે. ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

ભીષણ આગનો એક વીડિયો પણ સામે આવ્યો છે. 6 જમ્બો ટેન્કર પણ સ્થળ પર હાજર છે. પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

માર્કેટમાં લાગેલી આગમાં કેટલા લોકો ફસાયા છે, આગમાં કોઈ ઘાયલ થયા છે કે નહીં તે અંગેના હજુ કોઈ સમાચર જાણવા મળ્યા નથી.

Back to top button