અઠવાડિયાના છેલ્લા દિવસે પણ શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું: સેન્સેક્સમાં આટલું ગાબડું


નવી દિલ્હી, ૨૧ ફેબ્રુઆરી: ૨૦૨૫: આજે શુક્રવારે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ફરી એકવાર લાલ નિશાન પર ખુલ્યું છે. આજે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ (BSE)નો ઇન્ડેક્સ SENSEX 123.35 પોઈન્ટના ઘટાડા સાથે 75,612.61 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE)નો NIFTY ઇન્ડેક્સ 55.95 પોઈન્ટના ઘટાડા સાથે 22,857.20 પોઈન્ટ પર ખુલ્યો.
બીએસઈ પર સેન્સેક્સ 77 પોઈન્ટના ઘટાડા સાથે 75,658.65 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.10 ટકાના ઘટાડા સાથે 22,890.25 પર ખુલ્યો. અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો થોડો મજબૂત થયો. રૂપિયો 86.55 પ્રતિ ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે તેના અગાઉના બંધ 86.67 થી 0.11 ટકા વધુ છે.
આજે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 9 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા, જ્યારે 20 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા અને 1 કંપનીનો શેર કોઈપણ ફેરફાર વિના ખુલ્યો. નિફ્ટીની 50 કંપનીઓમાંથી 20 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા અને 30 કંપનીઓના રેડ સિગ્નલમાં ઘટાડા સાથે ખુલ્યા. આજે સેન્સેક્સમાં ઝોમેટોના શેર સૌથી વધુ 0.68 ટકાના વધારા સાથે ખુલ્યા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધુ 1.70 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
આ પણ વાંચો..સ્માર્ટ ટીવી માર્કેટમાં Jioની સ્માર્ટ એન્ટ્રી, JioTel OS થયું લોન્ચ