2022માં પણ નારી તુ ના હારીઃ મહિલાઓના હકમાં આવ્યા આ મોટા નિર્ણયો
મહિલા સશક્તિકરણ માટે ભારત સરકાર, સરકારી અને બિનસરકારી સંગઠનો સતત પ્રયત્નશીલ રહે છે. કેટલાય ક્ષેત્રોમાં મહિલાઓ આજે અસમાનતાનો સામનો કરી રહી છે. ક્યારેક મહિલાઓને કોઇ મંદિરમાં પ્રવેશવાની અનુમતિ નથી હોતી તો ક્યારેક સમાન વેતન મળતુ નથી. અસમાનતાનો સામનો કરી રહેલી મહિલાઓ માટે સતત પ્રયાસો કરાઇ રહ્યા છે. આવા સંજોગોમાં વર્ષ 2022માં કેટલાક એવા ઐતિહાસિક નિર્ણયો આવ્યા જે મહિલાઓના હકમાં રહ્યા. આ વર્ષમાં આવેલા આ મોટા નિર્ણયો પરથી કહી શકાય તે 2022નું વર્ષ મહિલાઓના નામે રહ્યું.
ગર્ભપાતનો અધિકાર
વર્ષ 2022 સપ્ટેમ્બરમાં ભારતની સુપ્રીમ કોર્ટે મહિલાઓના હકમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. સુપ્રીમે દેશની વિવાહિત અને અવિવાહિત તમામ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપી દીધો. કોર્ટે કહ્યુ કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ હેઠળ દરેક ગર્ભવતી મહિલાને 20થી 24 અઠવાડિયાની વચ્ચે ગર્ભપાતનો અધિકાર હશે. તે વિવાહિત છે કે અવિવાહિત તેનાથી કોઇ ફર્ક નહીં પડે. સુપ્રીમે કહ્યુ કે મહિલાના શરીરમાં એક ભ્રુણ વિકસિત થાય છે, તેથી તેને નિર્ણય લેવાનો પુરેપુરો અધિકાર છે.
વૈવાહિક જાતિય શોષણ પણ બળાત્કાર
સુપ્રીમ કોર્ટે મહિલાઓની સુરક્ષા માટે ટિપ્પણી કરતા મેરિટલ રેપને પણ બળાત્કારની શ્રેણીમાં માન્યુ. કોર્ટે કહ્યુ કે પતિ દ્વારા મહિલાની અનુમતિ વગર કરેલુ દુષ્કર્મ પણ બળાત્કાર છે. તેથી મેરિટલ રેપની દશામાં પણ 24 સપ્તાહની નક્કી કરેલી સીમામાં પત્નીને ગર્ભપાતનો અધિકાર મળે છે. જોકે ભારતીય મહિલાઓ વૈવાહિક બળાત્કારને અપરાધ ગણવાના કાયદા માટે હજુ પણ સંઘર્ષ કરી રહી છે. જોકે સુપ્રીમે પોતાની આ ટિપ્પણીથી ઇશારો કરી દીધો છે કે મહિલાઓ પોતાના પાર્ટનર દ્વારા યૌન શોષણનો શિકાર થાય છે.
બાળકના નામકરણનો અધિકાર
આ વર્ષે જુલાઇ 2022માં સુપ્રીમે માતાઓના હકમાં ચુકાદો આપતા કહ્યુ કે બાળકનું નામ કે ઉપનામ નક્કી કરવાનો અધિકાર માતાનો છે. પુનર્વિવાહ કરનારી મહિલાઓ માટે આ મહત્ત્વનો નિર્ણય છે. જેમાં કહેવાયુ છે કે બાળકની એક માત્ર પ્રાકૃતિક વાલી તેની માતા હોય છે. તેથી બાળકનું ઉપનામ નક્કી કરવાનો અધિકાર માતાનો છે.
મહિલા ક્રિકેટરોને સમાન વેતન
વર્ષ 2022 ખેલજગતની મહિલાઓ માટે અનેક ઉપલબ્ધિઓ વાળુ રહ્યું. ભારતીય ક્રિકેટર મહિલાઓ માટે આ વર્ષે એક મહત્ત્વનું પહલુ ભરવામાં આવ્યુ. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે મહિલા ખેલાડીઓને સમાન વેતન આપવાની જાહેરાત કરી. આ નિર્ણય બાદ મહિલા ક્રિકેટરોની અને પુરુષ ક્રિકેટરોની એક સમાન આવક હશે. ક્રિકેટમાં જાતિય ભેદભાવ દુર કરનારો આ ઐતિહાસિક નિર્ણય રહ્યો.
ભારતીય નૌસેનામાં મહિલાઓ સામેલ
ભારતીય નૌસેનામાં મહિલાઓને સામેલ કરવાનુ ઐતિહાસિક પગલુ આ વર્ષે ઉઠાવાયુ છે. પહેલી વાર મહિલા નાવિક નૌસેનામાં સામેલ થઇ. એવી જાહેરાત કરાઇ કે આવતા વર્ષે તમામ શાખાઓમાં મહિલા અધિકારીઓને સામેલ કરવા પર વિચાર કરાશે. ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં માત્ર 7-8 શાખાઓમાં જ મહિલા અધિકારી છે.
આ પણ વાંચોઃ આખરે રાજ્યમાં શિયાળો જામ્યો, એક સપ્તાહ સુધી ગાત્રો થીજવતી ઠંડી પડશે, તમામ શહેરમાં તાપમાન 2થી 3 ડિગ્રી ઘટશે