ખૂબ તરસ લાગી હોય તો પણ એક સાથે ન પીશો વધારે પાણી, બની શકે છે જીવલેણ
- અચાનક તરસ લાગે ત્યારે લોકો એક સાથે અનેક ગ્લાસ પાણી પી જાય છે. ગરમીમાં આ આદત જીવલેણ બની શકે છે. તેનાથી વોટર ટોક્સિસિટીની સમસ્યા થઈ શકે છે.
સખત ગરમીની સીઝન ચાલી રહી છે. બહાર નીકળીએ ત્યારે તરસ પણ લાગી જ જાય છે. ઓછા પાણીના કારણે ડિહાઈડ્રેશન જેવી તકલીફો પણ થતી હોય છે. આવા સંજોગોમાં એક્સપર્ટ્સ શરીરમાં પાણીની માત્રા જાળવી રાખવાની સલાહ આપે છે. અચાનક તરસ લાગે ત્યારે લોકો એક સાથે અનેક ગ્લાસ પાણી પી જાય છે. ગરમીમાં આ આદત જીવલેણ બની શકે છે. તેનાથી વોટર ટોક્સિસિટીની સમસ્યા થઈ શકે છે. આ કારણે જીવનું જોખમ થાય તેવું પણ બની શકે છે. જાણો એક સાથે ઘણું બધું પાણી કેમ ન પીવું જોઈએ?
એક સાથે ખૂબ પાણી ન પીવો
તડકામાંથી આવ્યા બાદ શરીર જ્યારે ખૂબ ગરમ હોય ત્યારે શરીર ડિહાઈડ્રેટેડ થઈ જાય છે અને ખૂબ તરસ લાગે છે, પરંતુ તરસ છીપાવવા માટે એક સાથે ઘણું બધું પાણી ન પીવું જોઈએ. એક વખતમાં એકથી બે લીટર પાણી ન પીવો. તેનાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સ બેલેન્સ બગડી જાય છે અને શરીરમાં સોડિયમની માત્રા અચાનક ઘટી જાય છે. બ્લડમાં સોડિયમની માત્રા ઘટે છે અને શરીરમાં સોજા આવવા લાગે છે, જેનો યોગ્ય સમયે ઈલાજ જરૂરી છે, નહીં તો તે જીવલેણ હોઈ સાબિત થઈ શકે છે.
કેવી રીતે બચશો વોટર ટોક્સિસિટીથી
જ્યારે શરીર ગરમ હોય અને ડિહાઈડ્રેશનનો અનુભવ થઈ રહ્યો હોય ત્યારે ખૂબ પાણી પીવાની ઈચ્છા થાય છે, પરંતુ ઘણું બધું પાણી એક સાથે ન પીવો. એક ગ્લાસ પાણી પીવું હોય તો તેમાં થોડું મીઠું મિક્સ કરી લો. તેનાથી શરીરમાં બગડી રહેલા સોડિયમની માત્રા પર કન્ટ્રોલ થશે.સાથે ઈલેક્ટ્રોલાઈટ બેલેન્સ રહેશે. વોટર ટોક્સિસિટીની સમસ્યા પણ નહીં ઉદ્ભવે. આ ઉપરાંત નારિયેળ પાણી, લીંબુ પાણી, ફ્રેશ ફ્રૂટ જ્યૂસ પીવો. તેનાથી તરસ છીપાશે અને વોટર ટોક્સિસિટીનું જોખમ પણ નહીં ઉદ્ભવે.
આ વાતોનું રાખો ધ્યાન
ગરમ સીઝનમાં ઘરમાંથી બહાર નીકળી રહ્યા હો તો ખુદને ડિહાઈડ્રેટેડ રાખવા માટે પાણી કે કોઈ લિક્વિડ સાથે રાખો. તમે લીંબુ પાણી સાથે રાખી શકો છો. નારિયેળ પાણી પણ પી શકો છો. તે બેસ્ટ ઓપ્શન છે. તેનાથી તમને તરસ નહીં લાગે અને તમે વધુ પડતું પાણી પીવાથી બચી જશો.
આ પણ વાંચોઃ કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવવા જતા હો તો રાખો આ વાતનું ધ્યાન, નહીંતર આવશે ખોટું રિઝલ્ટ