ટામેટાના ભાવ વધ્યા, તો પણ ચિંતા ન કરશોઃ આ રહ્યા ગ્રેવી બનાવવા વિકલ્પ
- ટામેટાના ભાવ વધ્યા તો ચિંતા ન કરો, નહીં બદલાય રસોઇનો સ્વાદ
- 20 રુપિયે કિલો મળતા ટામેટા 100 રૂપિયે કિલો
- ટામેટા વગર પણ દાળ શાકમાં આવશે ખટાશ
ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. શિયાળામાં 20 રુપિયે કિલો મળતા ટામેટા 100 રૂપિયે કિલોના ભાવે વેચાવા લાગ્યા છે. આમ તો આપણે દરેક શાકભાજી બનાવવા માટે ટામેટાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ટામેટા વગર દાળ કે પંજાબી શાકની ગ્રેવી બનાવવી મુશ્કેલ લાગે છે. આવા સંજોગોમાં તમારે ટામેટાનું ઓપ્શન શોધવુ જરૂરી બની ગયુ છે. નહીંતો મોંઘવારીનો માર ખિસ્સા પર પડી શકે છે. તમે વિચારતા હશો કે ટામેટા વગર ગ્રેવી ઘાટી કેવી રીતે બનશે અને કોઇ પણ શાકમાં ખટાશ કેવી રીતે આવશે? જો તમે આ વસ્તુઓનો ઉપયોગ કરશે તો તમને સેમ એજ ટેસ્ટ મળશે, કદાચ તેના કરતા પણ વધુ મજા આવશે.
ટામેટા વગર ગ્રેવી બનાવો આ રીતે
દહીં
શાકભાજીમાં ખટાશ લાવવા અને ગ્રેવી જાડી બનાવવા તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. તે શાકભાજીને સ્વાદ અને તીખાપણુ આપે છે. શાકભાજીમાં તેનો ઉપયોગ કર્યા બાદ તમને ટામેટાની કમી નહીં લાગે. શાકભાજીમાં તેને નાખતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે તેને સારી રીતે ફેંટી લો અને બધુ બની જાય પછી નાંખો જેથી તેને ફાટવાના ચાન્સ ન રહે
આંબલી
શાકની ગ્રેવી કે દાળમાં ખટાશ લાવવા માટે તમે આંબલીનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કર્યા બાદ તમને શાકભાજીમાં ટામેટા કરતા વધુ તાજી ખુશ્બુ મળશે. તમે આંબલીની ચટણી બનાવીને અથવા તો આંબલીની પેસ્ટ કરીને દાળ કે કઢી અથવા પંજાબી શાકમાં નાંખી શકો છો.
લીંબુ
ખટાશ માટે તમે ટામેટાના બદલે લીંબુનો ઉપયોગ કરી શકો છો. તેના ઉપયોગથી શાકભાજી ટામેટા વગર ટેંગી ટેસ્ટ આપશે. દાળ કે શાક બની જાય ત્યારબાદ જ લીંબુ નાંખો. એડવાન્સમાં નાંખશો તો દાળ કે શાક કડવા લાગી શકે છે.
કોળુ
ગ્રેવીને ઘાટી બનાવવા માટે તમે કોળાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે કોળાને બ્લેન્ડ કરો અને તેને પેનમાં સારી રીતે રોસ્ટ કરો. રંગ બદલાય ત્યારે તેમાં સહેજ વિનેગર નાંખીને આ પ્યુરીને શાકમાં ઉપયોગમાં લઇ શકો છો.
આ પણ વાંચોઃ વરસાદની સીઝનમાં ખાંસી કરી રહી છે પરેશાન? આ ટિપ્સથી મેળવો રાહત