ઘરના ટેરેસ પર ભંગાર ભર્યો છે તો પણ અટકી શકે છે પ્રગતિઃ જાણો ઉપાય
- ઘરના ટેરેસને સ્વચ્છ રાખવુ પણ વાસ્તુની દ્રષ્ટિએ જરૂરી
- ઘરની છત પર કે માળિયામાં ભંગારનો સામાન ન રાખતા
- પરિવારના સભ્યો વચ્ચે ઝઘડાનું પ્રમાણ વધી શકે છે.
વાસ્તુ અનુસાર ઘરના ધાબાને સાફ સુથરુ રાખવુ અત્યંત જરૂરી છે. જો તમે નીચે રૂમને સ્વચ્છ રાખવા માટે ભંગારનો સામાન ટેરેસ પર મુકી આવો છો તો તેની નેગેટિવ ઇફેક્ટ સામે આવી શકે છે. વાસ્તુ અનુસાર આપણે ઘરની છત પર કોઇ પણ પ્રકારનો ભંગાર કે તુટેલો ફુટેલો સામાન ન રાખવો જોઇએ.
આમ તો ઘરના કોઇ પણ ખુણામાં કે માળિયામાં ભંગાર ન રાખવો જોઇએ, તેના કારણે અનેક તકલીફો આવી શકે છે. ઘરમાં કે ઘરની છત પર ભંગારના લીધે પરિવારના સભ્યોની હેલ્થ બગડી શકે છે. પરિવારના લોકોના સંબંધોમાં પણ અનેક તકલીફો પડી શકે છે. વાસ્તુ અનુસાર ઘરની છત પર ભંગાર રાખવાથી પરિવારના લોકોમાં ઝઘડાનું પ્રમાણ વધી જાય છે. તે ઘરની દરેક વ્યક્તિના માઇન્ડ પર ખોટો પ્રભાવ પાડે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની છત પર પડેલો ફાલતુ સામાન જો હટાવવામાં ન આવે તો તેના લીધે વાસ્તુ દોષ કે પિતૃ દોષ લાગી શકે છે. ઘરનો માહોલ ખરાબ થઇ શકે છે. પરિવારના સભ્યોની કારકિર્દી રોકાઇ શકે છે. આર્થિક સ્થિતિ પર પણ તેનો પ્રભાવ જોવા મળી શકે છે.
આટલું કરો
- ઘરની છત પરનો તુટેલો ફુટેલો સામાન કે કોઇ પણ ભંગાર હટાવી દો
- એવો કોઇ પણ સામાન જેની જરૂર ભવિષ્યમાં જરૂર પડવાની હોય તો તેને છત પર ન રાખો
- જે સામાનની ક્યારેક જ જરૂર હોય તેને કપડાંથી ઢાંકીને રાખો
આ પણ વાંચોઃ પહેલા સુર્યગ્રહણથી રાજકીય-આર્થિક ઉથલપાથલઃ આ રાશિ સૌથી વધુ પ્રભાવિત