લોકેશન બંધ હશે તો પણ Google કરી શકે છે તમને ટ્રેસ : અમેરિકામાં થયો ખૂલાસો
આજના ટેક્નિકલ યુગમાં દરેક વ્યક્તિ ગૂગલનો ઉપયોગ કરે છે અને આ સર્ચ એન્જિને લોકોના જીવનમાં પોતાનું મહત્વનું સ્થાન બનાવ્યું છે. તે જ રીતે, Google પણ તેના વપરાશકર્તાઓની દરેક પ્રવૃત્તિ પર નજર રાખે છે. પણ, શું તમને ખબર છે કે આપણા મોબાઈલ ફોનમાં લોકેશન બંધ કર્યા પછી પણ ગૂગલ આપણું લોકેશન ટ્રેસ કરી શકે છે. અમેરિકામાં આ વાતનો ખૂલાસો થયો છે.
આ પણ વાંચો : આકાશમાં ભારતે રચ્યો ઈતિહાસ, દેશનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ Vikram-S લોન્ચ
વર્ષ 2018 માં થયો ખુલાસો
ગૂગલએ વપરાશકર્તાઓને જરૂરી સેવાઓ પણ પ્રદાન કરે છે, જેના બદલામાં તે વપરાશકર્તાઓની વ્યક્તિગત માહિતી તેમની પાસે રાખે છે. અમેરિકન સરકાર દ્વારા થયેલ એક તપાસમાં એ જાણવા મળ્યું છે કે વર્ષ 2018 પહેલા ગૂગલ એપથી લોગઆઉટ થયા પછી પણ યુઝર્સનું લોકેશન ટ્રેસ કરી લેતું હતું. તેથી યુઝર્સના લોકેશનની ૨૪ કલાક માહિતી રાખવાના માટે કંપની પર કેસ પણ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ગૂગલ અમેરિકાની ૪૦ રાજ્ય સરકારોને ૩૯.૨ કરોડ ડોલર આપશે, તેવો નિર્ણય પણ લેવાયો હતો.
ગૂગલને વ્યક્તિગત ડેટાથી થતી હતી કમાણી
ગૂગલને તેની મોટાભાગની આવક તેના બ્રાઉઝર અથવા એપ્સનો ઉપયોગ કરતા લોકોના વ્યક્તિગત ડેટાના ઉપયોગથી મળે છે. ગોપનીયતા કાયદાના ઉલ્લંઘનને કારણે, ગૂગલે મિશિગન સહિત 40 રાજ્યોના એટર્ની જનરલો સાથે આ કરાર કર્યો હતો. મિશિગનના એટર્ની જનરલના કાર્યાલયના જણાવ્યા અનુસાર, Google માહિતી આપ્યા વિના અથવા તેમની પરવાનગી વિના તેમના સ્થાનને ટ્રૅક કરીને વ્યક્તિગત હિત માટે વપરાશકર્તાઓ અથવા ગ્રાહકોનો ઉપયોગ કરે છે.
ગૂગલને થયો 32 અબજ રૂપિયાનો દંડ
તેથી Google એ આ કેસના સમાધાન માટે અમેરિકાના 40 રાજ્યો સાથે કરાર કર્યો છે. આ અંતર્ગત ગૂગલ મિશિગન સહિત 40 રાજ્યોને $400 મિલિયન એટલે કે 32 અબજ રૂપિયાથી વધુનું નુકસાન ચૂકવશે.