ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024વિશેષસ્પોર્ટસ

પેરિસ ઓલિમ્પિક શરુ થયા પહેલાં જ ભારતને મળી નિરાશા, શ્રીશંકર થયો ઈજાગ્રસ્ત

  • મુરલી શ્રીશંકર ઈજાગ્રસ્ત થતાં પેરિસ ઓલમ્પિકમાંથી બહાર થયો
  • 26 જુલાઈ થી 11 ઓગષ્ટ સુધી યોજાશે  પેરિસ ઓલમ્પિક
  • 2022માં બર્મિઘહામ કોમનવેલ્થગેમ્સમાં જીત્યો હતો ગોલ્ડ

HDNEWS, 28 એપ્રિલ : પેરિસ ઓલિમ્પિકનો પ્રારંભ થતા જ ભારતીય ગ્રુપને મોટો ઝટકો લાગ્યો છે. લોન્ગ જમ્પર મુરલી શ્રીશંકર ઈજાગ્રસ્ત થતા પેરિસ ઓલિમ્પિકથી બહાર થઈ ગયો છે. 17 દિવસ ચાલનારી પેરિસ ઓલમ્પિક ગેમ્સ  26 જુલાઈથી લઈને 11 ઓગષ્ટ સુધી રમાવાની છે. પેરિસ ઓલિમ્પિક 2024 ચાલુ થયા પુર્વે જ ભારતને નિરાશા હાથ લાગી છે. લોન્ગ જમ્પર મુરલી શ્રીશંકરને ઘુંટણમાં ઈજા થતાં તે આ રમતની બહાર થઈ ગયો છે જે મેડલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો હતો. પણ તેના બહાર થવાના  સમાચાર જાણીને ભારતીય ચાહકો પણ નિરાશ થયા છે. શ્રીશંકરે એક્સમાં  ફેન્સને આ સમાચારથી માહીતગાર કર્યા હતા.

ઈજાગ્રસ્ત થતાં બહાર થયો ગેમ્સમાંથી

એશિયાઈ ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા શ્રીશંકરે 2023ની એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 8.37 મીટરના પ્રયાસથી સિલ્વર મેડલ જીતતા પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.  25વર્ષીય ખેલાડીએ શાંઘાઈ અને દોહામાં ક્રમશ: 27 એપ્રિલ અને 10 મેના રોજ સતત બે ડાયમંડ લીગ ટુર્નામેન્ટમાં ભાગ લઈને પોતાના સત્રની શરુઆત કરી હતી, પણ મંગળવારની ટ્રેનિંગ દરમિયાન ઘુંટણમાં ઈજા પહોંચતા જ તેનુંઓલમ્પિક જીતવાનું સપનું અધુરુ રહી ગયું.

એક્સ પર આપી માહિતી

શ્રીશંકરે એક્સ પર લખ્યું, દુર્ભાગ્યથી, આ ખરાબ સપનાની જેમ લાગી રહ્યું છે… પણ આ હકીકત છે. મારું પેરિસ ઓલિમ્પિકનું સપનું તુટી ગયું છે. મંગળવારની ટ્રેનિગમાં મારા ઘુટણમાં ઈજા થઈ હતી. પરિક્ષણ અને પરામર્શ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે મને સર્જરીની જરુર છે. જેના લીધે હું આ રમતથી દુર થઈ ગયો, જેના માટે મે આટલા વર્ષોથી સતત મહેનત કરી રહ્યો હતો. દરરોજ ઉઠવાનું અને પોતાને ફિટ ફિલ કરવા દરેક એથ્લિટનું સપનું હોય છે. આ ઘટનાની પહેલા હું આ તેને જીવી રહ્યો હતો.

માંબા માનસિકતાથી મોટિવેટ થયો

શ્રીશંકરે કહ્યું કે, જિંદગી પણ વિચિત્ર સ્ક્રિપ્ટ લખે છે જેને ક્યારેક સ્વીકાર કરીને આગળ વધવામાં સાહસ હોય છે. અને હું આ કરીશ. મારી પુનરાગમનની યાત્રા તે ક્ષણે જ ચાલુ થઈ ગઈ હતી, જ્યારે મને ઘુંટણમાં વાગ્યું હતું. આ રસ્તો લાંબો અને અઘરો રહેવાનો છે જે મારી પાસેથી ઘણું બધું છીનવી લેશે.’ બાસ્કેટબોલના દિગ્ગજ કોબે બ્રાયંટને પોતાના આદર્શ માનનારા શ્રીશંકરે ક્હ્યું, સારી વાત એ છે કે મારી પાસે આપવા માટે ઘણું બધું છે. હું આનાથી લડી લઈશ કેમ કે માંબા માનસિકતાનો આ જ મતલબ છે.‘માંબા માનસિકતા‘ શબ્દ કોબે બ્રાયંટના જીવન અને પ્રતિસ્પર્ધા માટેની માનસિકતા અને પોજીટિવ દ્રષ્ટિકોણને દર્શાવે છે.

શ્રીશંકરે2022ની ઓલમ્પિકમાં જીત્યો હતો ગોલ્ડ

કેરળના મુરલી શ્રીશંકરે વર્ષ 2022માં બર્મિઘહામ કોમનવેલ્થ ગેમ્સમાં લોન્ગ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે જ શ્રીશંકર કોમનવેલ્થમાં લોન્ગ જમ્પ મેડલ જીતનારા બીજા ભારતીય પુરુષ એથ્લીટ બની ગયા હતા. આ પહેલા ભારતને કોમનવેલ્થનો પહેલો ગોલ્ડ મેડલ 1978માં મળ્યો હતો. ત્યારે સુરેશ બાબુએ જોરદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગયા વર્ષે જૂનમાં શ્રીશંકરે ત્રીજું સ્થાન જાળવીને ડાયમંડ લીગ પ્રતિયોગિતામાં ટોપ ત્રણમાં જગ્યા બનાવનારા ત્રીજા ભારતીય બની ગયા હતા. જોકે બુડાપેસ્ટમાં વિશ્વ ચેમ્પિયનશિપમાં ક્વોલિફાય ન થતાં નિરાશ થઈ ગયો હતો, પણ હાંગઝોઉમાં એશિયાઈ રમતોમાં સિલ્વર મેડલ જીતીને જોરદાર પુનરાગમન કર્યું હતું.

આ પણ વાંચો: ઓલિમ્પિક પહેલા ભારતને આંચકો, બોક્સર મેરી કોમનું શેફ ડી મિશનના વડા તરીકે રાજીનામું 

Back to top button