IPL-2024ટ્રેન્ડિંગસ્પોર્ટસ

IPL શરૂ થતા પહેલા જ CSKને વધુ એક આંચકો, સ્ટાર ખેલાડી ઓપનિંગ મેચ પહેલા જ થયો ઈજાગ્રસ્ત

IPL 2024ની શરૂઆત પહેલા CSKને એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી પહેલા ચેન્નાઈનો ઘાતક બેટ્સમેન ડેવોન કોનવે ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. ત્યારબાદ CSK ફાસ્ટ બોલર મતિષા પથિરાના ઈજાગ્રસ્ત થયો અને 4-5 અઠવાડિયા માટે IPLમાંથી બહાર થઈ ગયો. આ પછી ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. જેના કારણે ટીમની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. IPL 2024 પહેલા CSKનો બીજો ફાસ્ટ બોલર ઈજાગ્રસ્ત થઈને મેદાનની બહાર ગયો હતો. હવે સીએસકે કઈ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરશે, આ પણ ચિંતાનો વિષય છે.

ખેલાડીઓ મેદાનમાં ઘાયલ

બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ODI મેચ દરમિયાન CSKને મોટો આંચકો લાગ્યો હતો. બાંગ્લાદેશનો ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાન શ્રીલંકા સામેની ત્રીજી વનડે મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. બોલિંગ કરતી વખતે ખેલાડી અચાનક પીચ પર પડી ગયો હતો, ખેલાડીને તરત જ સ્ટ્રેચર પર બહાર લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના 48મી ઓવરમાં બની હતી. આ ઓવર પહેલા રહેમાને 9 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 2 વિકેટ પણ લીધી હતી. જ્યારે તે 42મી ઓવર નાખવા આવ્યો હતો, તે દરમિયાન પણ ખેલાડીને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન પણ તે પીચ પણ પડી ગયો હતો, જો કે તેણે કોઈક રીતે પોતાના પર કાબૂ રાખ્યો હતો.

માહીની ટીમ ટેન્શનમાં

મુસ્તફિઝુર રહેમાન પહેલાથી જ સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો, પરંતુ તેમ છતાં તે 48મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તે ફરી એકવાર પીચ પર પડ્યો હતો. આ વખતે તે વધુ સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. તે વારંવાર ખેંચાણની સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. ત્યારબાદ તેને સ્ટ્રેચર પર સુવડાવીને બહાર લઇ જવામાં આવ્યો, આ પછી બાકીની ઓવરો સૌમ્યા સરકારે ફેંકી હતી. આ કારણે માત્ર બાંગ્લાદેશનું જ ટેન્શન વધ્યું નથી પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ પણ આ કારણે ટેન્શનમાં આવી ગઈ છે.

પ્રારંભિક મેચમાં પ્લેઇંગ ઇલેવન પર પ્રશ્ન

મુસ્તાફિઝુર રહેમાનને ચેન્નાઈની ટીમે 2 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો હતો. ચેન્નાઈને આ ખેલાડી પાસેથી ઘણી આશાઓ હતી. હાલમાં ચેન્નાઈને મુસ્તફિઝુરની ખૂબ જ જરૂર હતી. ચેન્નાઈ તરફથી રમતા શ્રીલંકાના ફાસ્ટ બોલર મતિષા પથિરાના ઈજાના કારણે પહેલાથી જ બહાર છે. આવી સ્થિતિમાં મુસ્તફિઝુર પથિરાનાની ખાલી જગ્યા ભરવાનો હતો, પરંતુ તે પણ IPLની શરૂઆત પહેલા જ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તે ક્યારે સ્વસ્થ થઈ શકશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ચેન્નાઈને 22 માર્ચે બેંગ્લોર સામે IPL 2024ની શરૂઆતની મેચ રમવાની છે. આવી સ્થિતિમાં, 3 ખેલાડીઓની ઈજા પછી CSK કેવી પ્લેઈંગ સ્ટાઈલ લઈને આવે છે તે જોવું રસપ્રદ રહેશે.

Back to top button