ચૂંટણી પહેલાં જ BTP એ ‘ટોપીવાલા’નો સાથ છોડ્યો, લગાવ્યા ગંભીર આરોપ


વિધાનસભાની ચૂંટણી માટે હવે જોડતોડ ચાલી રહી છે. આ દરમિયાન જેના પ્રવાસ સાથે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી તે ભારતીય ટ્રાયબ્લ પાર્ટી (બીટીપી) સાથેનું ગઠબંધન તોડી નાખ્યું છે. આ અંગે આદીવાસી નેતા અને બીટીપી સંયોજક છોટુ વસાવાએ જાહેરાત કરી છે.
આ અંગે છોટુ વસાવાનું માનવું છેકે, આપ ગઠબંધન જે કર્યું તેમાં તેઓ ટોપી પહેરીને આવી જાય છે જે સંસ્કૃતિ નથી આ સાથે મને એવું લાગે છે કે અમિત શાહને ડર છે કે ગુજરાતમાં ચૂંટણી હારી જશે એ માટે કેજરીવાલની ટોપીને ઉતાર્યા છે. અને મને એવું લાગે છે. જેથી: તેમનાથી દૂર થઈ રહ્યા છે.

રાજ્યમાં ચૂંટણી સમયે સૌથી મહત્વના ગણાતા આદીવાસી અને પછાત વિસ્તારોના મત માટે આપે બીટીપી સાથે ગઠબંધન કર્યું હોવાનું સામે આવી રહ્યું હતું. જેના અંગે વસાવાએ કહ્યું કે, ટોપીવાલા અમારા પાઘડીવાલા (આદિવાસીઓના પહેરવેશ)ઓને બહાર કરવા માંગે છે. જેના માટે તેઓ બીજા રસ્તેથી ભાજપની મદદ કરી રહ્યા છે. જેના કારણે તેમની સાથે ગઠબંધન તોડવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : બનાસકાંઠાના નિવૃત્ત ડીવાયએસપી ની ‘આપ’ પાર્ટીમાં એન્ટ્રી
જો કે ખાસ વાત છે કે 182 વિધાનસભા સીટની ધરાવતા ગુજરાત રાજ્યમાં બીટીપી પાસે 2 બેઠકો છે. જેમા ધારાસભ્ય પદ પર છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવાનો સમાવેશ થાય છે. જેની સાથે આપે પ્રારંભિક ગઠબંધન કરી ગુજરાતમાં નવા રાજકીય સમીકરણોને વેગ આપ્યો હતો પણ જે હવે અંત આવી ગયો છે.