60 વર્ષની ઉંમરે પણ આ બોલિવૂડ કલાકારોએ આપી છે બ્લોકબસ્ટર ફિલ્મો, જે લોકોને ખુબ જ પસંદ આવી
બોલિવૂડમાં એવા ઘણા કલાકારો છે જેમણે 60 વર્ષની ઉંમરે ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમની આ ફિલ્મો પણ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.કેટલાક સમયથી બોલિવૂડની ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકતી નથી. ફિલ્મોને પોતાનું બજેટ પૂરું કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. બોલિવૂડ ફિલ્મોની વાર્તા લોકોને પ્રભાવિત કરવામાં સક્ષમ નથી, જેના કારણે ઉદ્યોગ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.
ફિલ્મ રિલીઝના બીજા જ દિવસે કલેક્શન સામે આવે છે અને તે સ્પષ્ટ થઈ જાય છે કે ફિલ્મનો બિઝનેસ કેટલો થવાનો છે.અગાઉ આવું નહોતું થતું, ફિલ્મે કેટલું કલેક્શન કર્યું છે તે જાણવામાં સ્ટારકાસ્ટને જ સમય લાગતો હતો. લોકોને લાગે છે કે માત્ર નવા કલાકારો જ કંઈક અદભૂત બતાવી શકશે. પરંતુ તે એવું નથી. ઘણા જૂના કલાકારોએ ઉત્તમ કલેક્શનવાળી ફિલ્મો આપી છે.
60 વર્ષની ઉંમરે પણ આ બોલિવૂડ કલાકારોએ આપી બ્લોકબસ્ટર ફિલ્મો
અનુપમ ખેર : અનુપમ ખેર તેમના અભિનય માટે જાણીતા છે. તેમની ઉંમર 68 વર્ષની છે. અનુપમ ખેરની ગયા વર્ષની ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સ માત્ર 100 કરોડની ક્લબમાં સામેલ નથી થઈ પરંતુ ફિલ્મે ઘણા રેકોર્ડ પણ તોડ્યા છે.આ સાથે જ ચાહકો તેમણે ખુબ જ પસંદ કરે છે.
સની દેઓલ : સની દેઓલની તાજેતરમાં રિલીઝ થયેલી ગદર 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ પણ 250 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. સની 65 વર્ષની છે અને તેણે ગદર 2 જેવી શાનદાર ફિલ્મ આપી છે. ટૂંક સમયમાં આ ફિલ્મ પણ 300 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે.
અમિતાભ બચ્ચન : અમિતાભ બચ્ચનની ફિલ્મ હિટ ન થાય એ શક્ય નથી. 100 કરોડની ફિલ્મો આપનાર કલાકારોની યાદીમાં તેનો સમાવેશ થાય છે. બિગ બીની ફિલ્મ બ્રહ્માસ્ત્રે 100 કરોડથી વધુની કમાણી કરી હતી.આ સાથે જ અમિતાભ બચ્ચનની અનેક ફિલ્મ છે જેને ખુબ જ શાનદાર કમાણી કરી છે.
સંજય દત્ત : સંજય દત્તની ઘણી ફિલ્મો હિટ સાબિત થઈ છે. સંજય દત્તની એક ફિલ્મ KGF 2 છે. જેને શાનદાર કમાણી કરી છે. જો કે સંજય દત્તે KGF 2માં વિલનની ભૂમિકા ભજવી હતી.
અનિલ કપૂર : અનિલ કપૂર પણ આ ક્લબનો એક ભાગ છે. તેની ફિલ્મ જુગ જુગ જિયો 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફેમિલી ડ્રામા ખૂબ જ પસંદ આવ્યો હતો.
આ પણ વાંચો : ભગવાન શ્રી રામનું મહાકાવ્ય ટીવી પર ફરી ગુંજશે, જાણો ‘શ્રીમદ રામાયણ’ ક્યારે અને ક્યાં પ્રસારણ થશે?