TMKOC નિર્માતા આસિત મોદી સામે કેસ જીત્યા બાદ પણ જેનિફર મિસ્ત્રી દુઃખી છે
મુંબઈ, 27 માર્ચ : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ શો છોડ્યા બાદ મેકર્સ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. આ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. આસિત મોદી સામેના જાતીય સતામણીના કેસમાં ગઈકાલે ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. જેનિફર મિસ્ત્રી કોર્ટ કેસ જીતી ગઈ છે, પરંતુ તે હજુ પણ ખુશ નથી. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાની નારાજગી શેર કરી છે. પોતાની પહેલી પ્રતિક્રિયામાં તેણે કહ્યું કે ભલે તે કેસ જીતી ગઈ હોય, પરંતુ આસિત મોદીને મળેલી સજાથી તે ખુશ નથી. તેણી કહે છે કે તે આ મામલાને અહીં સમાપ્ત કરશે નહીં પરંતુ તેને આગળ લઈ જશે.
મામલો હજુ પૂરો નથી થયો
ટીવી એક્ટ્રેસે વીડિયોની સાથે એક લાંબી પોસ્ટમાં પોતાની પ્રતિક્રિયા શેર કરી અને લખ્યું, ‘મારા યૌન ઉત્પીડન કેસમાં વિજયની ઘોષણા. આ કેસમાં આસિત મોદી દોષિત સાબિત થયો છે. ભગવાન આપનો આભાર. મેં મારા વકીલની મદદથી આ શક્ય બનાવ્યું. આ દરમિયાન મારા પતિએ મને સાથ આપ્યો. મારા નજીકના મિત્રો, કુટુંબીજનો અને ચાહકો જેઓ ખરેખર માનતા હતા કે હું વુમન કાર્ડ નથી રમી રહી કે ચિપ પબ્લિસિટી નથી કે વસ્તુઓ બનાવતી નથી. હું એકમાત્ર એવી હતી કે હું વિશ્વાસને પકડી રાખતી હતી અને સત્ય બોલતી હતી, પરંતુ આ હજી સમાપ્ત નથી થયું. આસિત મોદીએ ફેબ્રુઆરીના નિર્ણયના 40 દિવસ પછી પણ ચૂકવણી કરી નથી. તેણે છેલ્લા 1 વર્ષથી મારૂ પેમેન્ટ અટકાવી દીધું હતું. અને કમ્પનસેશન 5 લાખએ કઈ નથી.
જેનિફર સંતુષ્ટ નથી
જેનિફરે પોતાનું દુઃખ વ્યક્ત કરતાં લખ્યું, ‘હું ભારે માનસિક આઘાત, નોકરી અને મિત્રોની ખોટ, પ્રતિષ્ઠા, મેડિકલ બિલ, કેસનો ખર્ચ વગેરેમાંથી પસાર થઈ છું. આ બધાની વચ્ચે હું મારી 10 વર્ષની દીકરીને ઘરે એકલી મૂકી. સોહિલ રામાણી અને જતીન બજાજ માટે ચુકાદો આપવાનું શું? એ ત્રણ માટે કોઈ સજા નથી, તેથી હું સંપૂર્ણ સંતુષ્ટ નથી. પોલીસ અધિકારીઓની જેમ આ બાબતની તપાસ કરી એ માટે હું મહારાષ્ટ્ર સરકારની આભારી છું, પણ હું ચૂપ નહીં રહીશ. તેઓએ અસિત મોદીને જાતીય સતામણીનો દોષી સાબિત કર્યો, જે હું શરૂઆતથી જાણતી હતી, આમાં નવું શું છે? છેલ્લા એક વર્ષમાં હું જે માનસિક આઘાતમાંથી પસાર થઈ છું તેનું શું, ઉલટું, ગુનેગારો પોતે નિર્દોષ હોવાનો દાવો કરીને મુક્તપણે ફરતા હોય છે. નિર્ણયમાં મોદી, સોહિલ અને જતીનને મારી માફી માંગવા માટે પણ કહેવામાં આવ્યું નથી.
View this post on Instagram
જેનિફરને આ નિર્ણય સ્વીકાર નથી
આ બાબતે પોતાની અસ્વસ્થતા વ્યક્ત કરતાં જેનિફરે કહ્યું, ‘TMKOC માં કામ કરતી વખતે મારી સાથે સ્પષ્ટપણે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને વળતર ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતું તે એક નાની વાત છે, તેથી હું આ કહી રહી છું કારણ કે આસિત મોદી માટે 5 લાખ રૂપિયા નાની રકમ છે. આટલી રકમથી મને લાગે છે કે આસિત મોદી જેવા લોકો આવા ગુના કરવા પ્રેરાશે, કારણ કે તેઓ નાની રકમ ચૂકવીને મોટા ગુનાઓથી બચી શકે છે. હું આ નિર્ણય સ્વીકારતી નથી અને મારા પૈસા લીધા વગર આગળ વધવાનું નક્કી કરું છું. આ સિવાય જે રીતે નિર્ણય અને વળતરની જાહેરાત કરવામાં આવી હતી તેનાથી મહિલાના સ્વાભિમાનનું મૂલ્યાંકન કરી શકાય નહીં.
જેનિફરે વધુમાં કહ્યું કે, ‘મારી આ જીત મહિલાઓ સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો હોય તો તે આગળ આવવા પ્રોત્સાહિત થશે, પરંતુ આ ન્યાય માટે એક મોટી લડાઈ છે. મને આશ્ચર્ય થાય છે કે જો મારા જેવા પ્રખ્યાત વ્યક્તિ માટે ન્યાયની લડાઈ આટલી મુશ્કેલ છે, તો પછી સામાન્ય માણસનું શું થશે. સત્યમેવ જયતે!’
આ પણ વાંચો : રાની મુખર્જીએ તેની પુત્રીની માંગી માફી, કહ્યું કે, મે એવા દિવસો જોયા છે કે શું કહું?