ગુજરાતટોપ ન્યૂઝ

ખેરાલુમાં પથ્થરમારાની ઘટના બાદ પણ સ્થિતિ શાંત થઇ નથી, હાઇવે પર વધુ બે દુકાનમાં લાગી આગ

Text To Speech
  • પથ્થરમારાના બનાવમાં 32 આરોપીઓ હોવાની ચર્ચા
  • હાઇવે પર વધુ બે દુકાનમાં આગ લગાવાઇ છે
  • આગની ઘટનાથી તંગદિલી ભરી સ્થિતિ જોવા મળી

ખેરાલુમાં પથ્થરમારાની ઘટના બાદ પણ સ્થિતિ શાંત થઇ નથી, હાઇવે પર વધુ બે દુકાનમાં આગ લગાવાઇ છે. તેથી ખેરાલુમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ચાની દુકાનમાં આગ લાગવાની ઘટના બાદ પરિસ્થિતિ વણસી છે. જેમાં ફરી 2 દુકાનોમાં આગ લાગી હતી.

આ પણ વાંચો: ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું, જાણો કયા પડી સૌથી વધુ ઠંડી 

આગની ઘટનાથી તંગદિલી ભરી સ્થિતિ જોવા મળી

રાજ્યમાં ખેરાલુમાં થયેલા પથ્થરમારાની ઘટના બાદ પણ સ્થિતિ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું છે. આ વચ્ચે ખેરાલુમાં હાઈવે નજીક વધુ બે દુકાનોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેના કારણે વિસ્તારામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિસ્તારમાં 2 જેટલી દુકાનોમાં આગ લાગી હતી. જે પછી તંગદિલી ભરી સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે આઇજી વિરેન્દ્રસિંહ યાદવે મીડિયાને મૌખિક રીતે હાલ તપાસ શરૂ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પથ્થરમારાના બનાવમાં 32 આરોપીઓ હોવાની ચર્ચા

આઇજી વિરેન્દ્રસિંહ યાદવની ટીમના રાઉન્ડ શરૂ છે. આ વચ્ચે ખેરાલુ હાઈવે પર એક દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેના કારણે બાજુમાં રહેલી એક દુકાનમાં પણ આગ પ્રસરી હતી. જેના કારણે પોલીસ વધુ સક્રિય બની છે. ખેરાલુમાં મહેસાણા એસ પી રૂષિકેશ ઉપાધ્યાય સહિત ડીવાયએસપી દિનેશસિહ ચૌહાણ પણ ટીમ સાથે સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ પથ્થરમારાના બનાવમાં 32 આરોપીઓ હોવાની ચર્ચા સામે આવી છે. જેમાંથી 16 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Back to top button