ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ભારત-પાકિસ્તાન મેચ પછી પણ રહેશે આ વિસ્તારોમાં કડક બંદોબસ્ત

  • ગૃહમંત્રીએ પોલીસને હોટેલ્સના ગેસ્ટ લિસ્ટ ચેક કરવા જણાવ્યું
  • સ્ટેડિયમમાં PSIથી નીચેના પોલીસકર્મી પાસે મોબાઈલ ફોન હોવો જોઈએ નહી
  • કિક્રેટરોની મુવમેન્ટ છે ત્યાં પણ દરેક માણસ પર નજર રાખવા સુચના

ગુજરાતમાં ભારત-પાકિસ્તાન મેચ પછી પણ કડક બંદોબસ્ત રહેશે. જેમાં મેચના બીજા દિવસની રાત સુધી રાજ્યના સંવેદનશીલ ક્ષેત્રોમાં કડક બંદોબસ્ત રહેશે તેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અઢી કલાક હાઈલેવલ સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ડબલ સિઝન વચ્ચે લોકો વાયરલ ઈન્ફેક્શનમાં લપેટાયા, રેકોર્ડબ્રેક દર્દીઓ નોંધાયા

ગૃહમંત્રીએ સિનિયર IPS ઓફિસરો સાથે હાઈલેવલ સમીક્ષા બેઠક યોજી

હોટેલ્સના ગેસ્ટ લિસ્ટ ચેક કરવા પોલીસને ગૃહમંત્રીના આદેશો છે. તેમજ ગૃહમંત્રીએ સિનિયર IPS ઓફિસરો સાથે હાઈલેવલ સમીક્ષા બેઠક યોજી છે. ભારત- પાકીસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે શનિવારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજનારી મેચ સંદર્ભે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બુધવારે અઢી કલાક સુધી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સહિત સિનિયર IPS ઓફિસરો સાથે હાઈલેવલ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમણે મેચ પૂર્ણ થયા પછીના બીજા દિવસ અર્થાત રવિવારની રાત સુધી રાજ્યના તમામ સંવેદનશીલ ક્ષેત્રોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવા આદેશ કર્યો છે. તે માટે ગુરૂવારે દરેક જિલ્લા, મહાનગરોના પોલીસ અધિક્ષકો- કમિશનરોને યોજના બનાવીને અમલમાં મુકવા કહેવાયુ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા આગામી દિવસમાં આ શહેરોમાં વરસાદની સંભાવના

ગૃહમંત્રીએ પોલીસને હોટેલ્સના ગેસ્ટ લિસ્ટ ચેક કરવા જણાવ્યું

રવિવારથી નવરાત્રિનો આરંભ થઈ રહ્યો છે. બે દેશો વચ્ચેની ક્રિકેટ મેચને કારણે રાજ્યમાં જે કોઈ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં કાંકરીચાળો ન થાય તે ઉદ્દેશ્યથી ગૃહમંત્રીએ પોલીસને હોટેલ્સના ગેસ્ટ લિસ્ટ ચેક કરવા, જ્યાં બંને દેશોની ક્રિકેટ ટીમોનો ઉતારો છે, કિક્રેટરોની મુવમેન્ટ છે ત્યાં પણ દરેક માણસ પર નજર રાખવા સુચના આપી છે.

સ્ટેડિયમમાં સબ ઈન્સ્પેક્ટર- PSIથી નીચેના પોલીસકર્મી પાસે મોબાઈલ ફોન હોવો જોઈએ નહી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જેમને ડયુટી સોંપાઈ છે તેવા તમામ સ્તરના પોલીસ ઓફિસરો જો આ ક્રિકેટ મેચ જોતા પકડાયા તો તેમની સામે તત્કાળ શિસ્તભંગની કાર્યવાહી થશે. બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ ઓફિસરોને કહ્યુ કે, સ્ટેડિયમમાં સબ ઈન્સ્પેક્ટર- PSIથી નીચેના પોલીસકર્મી પાસે મોબાઈલ ફોન હોવો જોઈએ નહી.

Back to top button