વિવાદો બાદ પણ પઠાણ ફિલ્મ કરી શકે છે ધૂમ કમાણી, એડવાન્સ બુકિંગના પહેલા દિવસે જ આટલી ટિકીટો વેચાઈ
અનેક વિવાદો બાદ શાહરુખ ખાનની પઠાણ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે પઠાણ ફિલ્મ માટે ગઈ કાલથી જ એડવાન્સ બુકિંગ પણ શરુ થઈ ગયું છે. શાહરૂખ ખાનના ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મ પઠાણનું એડવાન્સ બુકિંગ શરૂ થયાના પ્રથમ દિવસે 1.17 લાખ ટિકીટો વેચાઈ છે.
પ્રથમ દિવસે 39થી 41 કરોડ સુધીનો વેપાર કરે તેવી સંભાવના
પઠાણ ફિલ્મના રિલીઝના પાંચ દિવસ પહેલા ગઈ કાલથી જ આ ફિલ્મનું બુકિંગ શરુ થઈ ગયું છે. ત્યારે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ અનુસાર,પઠાણ ફિલ્મે પ્રથમ ગુરૂવારે રાત્રે 11 વાગ્યા સુધીમાં આઇનોક્સ પર 51 હજાર , પીવીઆરમાં 38 હજાર તેમજ સિનેપોલિસમાં 27 હજારથી વધુ ટિકીટો વેચાઈ ગઈ છે. ત્યારે એક અહેવાલ અનુસાર ‘પઠાણ’ રિલીઝના પ્રથમ દિવસે 39થી 41 કરોડ સુધીનો વેપાર કરી શકે છે. શાહરૂખની આ ફિલ્મ 40 કરોડથી ઓપનિંગ કરશે.
પાંચ દિવસ પહેલા બુકિંગ
મહત્વનું છે કે શાહરૂખ ખાનની ફિલ્મને CBFC દ્વારા UA સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જેથી ફિલ્મ પઠાણનું એડવાન્સ બુકિંગ ગઈ કાલથી શરુ થઈ ગયું છે. ત્યારે રિલીઝના પાંચ દિવસ પહેલા બુકિંગ શરુ થયું છે . જાણકારી મુજબ આ ફિલ્મ IMAX, 4DX, D BOX અને ICE ફોર્મેટમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામા જોવા મળી રહ્યા છે.
પાંચ વર્ષ બાદ મોટા પડદા પર વાપસી
મહત્વનું છે કે, શાહરૂખ ખાન ફિલ્મ ‘પઠાણ’થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાંચ વર્ષ બાદ પરત ફરી રહ્યો છે. ત્યારે બોલીવુડ કિંગની આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાહરુખ ખાનની આ ફિલ્મને ચાહકો કેટલી પસંદ કરે છે. તે તો આવનારા સમયમાં ખબર પડી જશે. આ ફિલ્મ કેટલી સુપરહિટ જશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.
આ પણ વાંચો : સાઉદી ઓલ સ્ટાર્સ વચ્ચે રમાયેલ મેચમાં રોનાલ્ડો અને મેસ્સીનું શાનદાર પ્રદર્શન, અભિતાભે ખેલાડીઓને પાઠવી શુભેચ્છા