નકલી પીએમઓ અધિકારી ઠગ કિરણ પટેલની ‘સ્પેશિયલ 26’ જેવી ટીમ પણ હતી. જેમાં કિરણની સાથે ગુજરાતના બે નકલી અધિકારી બની હોટલમાં રોકાયેલા હતા. તથા નકલી આઇકાર્ડ બતાવીને મણિનગરમાં વિઝિટિંગ કાર્ડ છપાવ્યા હતા. પીએમઓના અધિકારીઓની નકલી ટીમ લઇને કિરણ રોફ મારતો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવાને બદલે કરોડોના કામો અપાયા: કોંગ્રેસ
કાશ્મીરમાં ઝેડ પ્લસ સુરક્ષા કવચ સાથે બુલેટપ્રુફ કારમાં ફરતો
પીએમઓ અધિકારી તરીકેની ઓળખ આપીને કાશ્મીરમાં ઝેડ પ્લસ સુરક્ષા કવચ સાથે બુલેટપ્રુફ કારમાં ફરનારો કિરણ પટેલ અંતે મહાઠગ હોવાનો ભાંડો ફુટી ગયો છે. તેની ધરપકડ કરીને હાલમાં જ્યુડિશિય કસ્ટડીમાં મોકલ્યા બાદ જમ્મુ કાશ્મીરની પોલીસ શહેરના મણિનગરમાં આવીને તપાસ કરીને ગઇ છે. કિરણે પીએમઓ અધિકારીનું નકલી આઇકાર્ડ બતાવીને વિઝીંટીગ કાર્ડ છપાવ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ઉપરાંત આ મહાઠગ સાથે કાશ્મીરમાં અન્ય ત્રણ લોકો પણ સરકારી અધિકારી બનીને આવ્યા હતા. જેમાં બે ગુજરાતના અને એક રાજસ્થાનના શખ્સની સંડોવણી હતી. એટલે કિરણની સાથે ‘સ્પેશિયલ 26’ જેવી ટીમ પણ હતી, આ ટીમને લઇને કિરણ કાશ્મીરમાં રૌફ મારતો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના કરતાં વધુ નાગરિકો પ્રદૂષણને કારણે મૃત્યુ પામ્યા: અમિત ચાવડા
પીએમઓ અધિકારી હોવાનો ડોળ કરીને કાશ્મીરમાં ફરતો
પીએમઓ અધિકારી હોવાનો ડોળ કરીને કાશ્મીરમાં વીવીઆઇપી સુરક્ષા મેળવનારા અને ફાઇવ સ્ટાર હોટલમાં રોકાણ કરનારા કિરણ પટેલની જમ્મુ કાશ્મીરની નિશાત પોલીસે પકડી લીધો છે. પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે કાશ્મીરમાં અધિકારી બનીને કિરણ પટેલ એકલો ન નહીં પણ પોતાની નકલી અધિકારીઓની ટીમ લઇને ગયો હતો. તેની સાથે અન્ય ત્રણ લોકો પણ પીએમઓ અધિકારી બનીને ગયા હતા. જેમાં ગુજરાતના અમિત હિતેશ પંડયા, જય સિતાપરા તથા રાજસ્થાનના ત્રિલોક સિંઘ તેની સાથે હતા. આ ત્રણેય લોકો કિરણ સાથે પીએમઓ અધિકારીની ટીમની ઓળખ આપીને શ્રીનગરની ફાઇવ સ્ટારમાં રોકાયા હતા. એટલે આ ઠગ એકલો નહીં પણ તેની નકલી અધિકારીઓની ટીમ લઇને ફરતો હતો. એટલે તેની સાથેના ગુજરાતના બે શખ્સો મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે. મહાઠગ કિરણને પકડયા બાદ જમ્મુ-કાશ્મીરની પોલીસ તપાસ કરવા માટે અમદાવાદ આવી હતી. જેમાં કિરણ પટેલે પીએમઓ અધિકારી તરીકેનું વિઝીંટીગ કાર્ડ જ્યાં છપાવ્યુ હતું તે મણિનગરની આકાંક્ષા ક્રિએશન નામની દુકાનમાં તપાસ કરતા પોલીસને માલુમ પડયું કે, કિરણે સરકારી અધિકારી તરીકે નકલી આઇ કાર્ડ બતાવીને વિઝીંટીગ કાર્ડ બનાવ્યું હતુ.
આ પણ વાંચો: નવું શૈક્ષણિક સત્ર આ તારીખ પહેલાં શરૂ કરશે તો સ્કૂલો સામે કાર્યવાહી થશે: CBSE બોર્ડ
ગઢડાના એક સ્વામી સાથે 6 કરોડની ઠગાઈ આચરેલી
ગઢડાના એક મોટા સંત સાથે પણ 6 કરોડની ઠગાઇ આચરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. આ ઉપરાંત ભાજપના પૂર્વમંત્રી અને હાલ એમએલએના ભાઇનું ઘર રીનોવેટ કરવાના બહાને મકાન પચાવી પાડયુ હતુ. તેમજ એક બ્રાન્ડેડ ચાના કાફેમાં પણ કિરણની ભાગીદારી હોવાનું સામે આવ્યુ છે. આ કાફેમાં સમગ્ર ગુજરાતમાં આઉટલેટ ચાલી રહ્યા છે. આ ઉપરાંત કિરણે શીલજમાં પણ ફર્મ હાઉસ તૈયાર કર્યુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યુ છે.
કિરણને ભાજપ-કોગ્રેસના નેતાઓ સાથે ઘરોબો
મહાઠગ કિરણને ભાજપ-કોગ્રેસના નેતાઓ સાથે ઘરોબો હોવાની ચર્ચા તેજ બની છે. જેમાં કિરણ પટેલ ભાજપના મિડીયા કન્વીનર યજ્ઞેશ દવે અને કોંગ્રેસના મિડીયા કન્વીનર હેમાંગ રાવલને દિલ્હી સંજય જોષી સાથે કોઇ મામલે મિટીંગ કરાવવા લઇ ગયો હતો. ઉપરાંત વર્ષ 2019 ની લોકસભા ચૂંટણીમાં ખેડા જિલામાંથી ચૂંટણી લડતા બિમલ શાહના તમામ નાણાંકિય વ્યવહારો પણ કિરણે કર્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.