ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં 27 સ્થળે EV ચાર્જિંગ સ્ટેશન બનશે, છ મહિના ફ્રી ચાર્જ મળશે

Text To Speech
  • વધુ 27 સ્થળે PPP ધોરણે EVચાર્જિંગ સ્ટેશન કરવામાં આવશે
  • AMC દ્વારા 12 સ્થળે EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાયા છે
  • AMC દ્વારા ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા

અમદાવાદમાં 27 સ્થળે EV ચાર્જિંગ સ્ટેશન બનશે જેમાં છ મહિના ફ્રી ચાર્જ મળશે. PPP ધોરણે ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ થનારી છે. હાલ AMC દ્વારા શહેરમાં 12 સ્થળે EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાયા છે. જેમાં AMC દ્વારા ઈલેક્ટ્રીક વ્હીકલના વપરાશકારોની સરળતા અને સાનુકૂળતા માટે આ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત: ધો.10માં બેઝિક-ગણિત સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર 

શહેરમાં વધુ 27 સ્થળે PPP ધોરણે EVચાર્જિંગ સ્ટેશન કરવામાં આવશે

શહેરમાં વધુ 27 સ્થળે PPP ધોરણે EVચાર્જિંગ સ્ટેશન કરવામાં આવશે. પ્રાયોગિક ધોરણે શરૂઆતના 6 મહિના સુધી ઈલેક્ટ્રીક વાહન ધારકો વિનામૂલ્યે વાહન ચાર્જ કરી શકશે. આ હેતુસર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા 12 સ્થળે EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાયા છે. AMC દ્વારા આ હેતુસર આપવામાં આવનાર પ્લોટ માટે જંત્રીના દરના 5 ટકા મુજબ ભાડું વસૂલ કરાશે. AMC દ્વારા ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં પ્રિ બીડ 17 સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને ટેકનિકલ બીડ પણ ખોલવામાં આવી હતી. જેમાં 4 એજન્સીઓએ ભાગ લીધો હતો.

હજી સુધી ચાર્જિંગ માટેના કોઈ ચાર્જ નક્કી કરાયા નથી: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

AMC રેવન્યુ શેરિંગમાં મહત્તમ ઓફરદાર તરીકે અદાણી ટોટલ એનર્જી મોબિલિટી લિમિટેડે 24 લોકેશન માટે રૂ.3.51 કિલો વોટ હવર (KWH), અને EVamp ટેકનોલોજી પ્રા.લિ.દ્વારા 3 લોકેશન માટે KWH દીઠ રૂ.3.52, રૂ.3.06 ભાવ આપ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી પર ટેક્સ રીબેટ મળે છે. હજી સુધી ચાર્જિંગ માટેના કોઈ ચાર્જ નક્કી કરાયા નથી.

Back to top button