ત્રણ દેશ મળીને કરશે અનોખી ટી20 લીગનું આયોજન, 6 ટીમો લેશે ભાગ, બોલીવુડ સાથે ખાસ કનેક્શન


19 માર્ચ 2025: ક્રિકેટ જગતમાં વધુ એક ટી20 લીગનું આયોજન થવા જઈ રહ્યું છે. European t20 premier league આ લીગમાં 3 દેશોની ટીમો ભાગ લેશે. રસપ્રદ વાત એ છે કે, બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચન આ લીગના પ્રમોટર અને કો-ફાઉન્ડર છે. હકીકતમાં જોઈએ તો, યૂરોપમાં 15 જૂલાઈથી યૂરોપિયન ટી20 પ્રીમિયર લીગની શરુઆત થવા જઈ રહી છે, જેમાં 3 દેશોની 6 ટીમો ભાગ લેશે. આ લીગ એક ફ્રેન્ચાઈઝી-આધારિત ટૂર્નામેન્ટ હશે, જેમાં કૂલ 33 મેચો રમાશે. પહેલી વાર આ અનોખી લીગ રમાશે. યૂરોપિયન ટી20 પ્રીમિયર લીગની પહેલી સીઝન ડબલિન અને રોટરડૈમમાં આયોજીત થશે. જેમાં સમરમાં રોમાંચક ટી20 ક્રિકેટ થવાની આશા છે.
3 દેશ મળીને કરશે આયોજન
આયરલેન્ડ, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ ત્રણ દેશોમાંથી 2-2 ફ્રેન્ચાઈઝી ટીમો આ લીગમાં જોવા મળશે. આ લીગનો ઉદ્દેશ્ય સ્થાનિક અને ક્ષેત્રિય પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC)એ પણ ETPL ને લીલી ઝંડી બતાવશે. આ લીગની 15 જુલાઈથી શરુઆત થશે, જ્યારે ફાઈનલ મેચ 8 ઓગસ્ટથી રમાશે.
મોટા ભાગે ટી20 લીગનું આયોજન એક ક્રિકેટ બોર્ડ દ્વારા થતું હોય છે, પણ યૂરોપિયન ટી20 પ્રીમિયર લીગને ક્રિકેટ આયરલેન્ડ, ક્રિકેટ સ્કોટલેન્ડ અને ક્રિકેટ નેધરલેન્ડ મળીને આયોજીત કરશે. ત્યારે આવા સમયે આ લીગ યૂરોપમાં રમતને પ્રોત્સાહન આપવા માટે અભૂતપૂર્વ સહયોગ અને કટિબદ્ધતાને દર્શાવે છે. ETPL અન્ય સફળ લીગના ફોર્મેન્ટમાં પર રમાશે. જેમાં ફ્રેન્ચાઈઝ ટીમો અને ડ્રાફ્ટ સિસ્ટમ હશે, પણ આ પોતાની તરફથી પહેલી એવી ટૂર્નામેન્ટ હશે, જેમાં ત્રણ દેશો સામેલ થશે.
અભિષેક બચ્ચન આ લીગને લઈને ખૂબ જ ઉત્સાહિત
ડબલિનમાં લીગના પ્રમોટર અને કો-ફાઉન્ડર બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચને 18 માર્ચના રોજ કહ્યું હતું કે તેઓ યૂરોપિયન ટી20 પ્રીમિયર લીગનો ભાગ બનીને ખૂબ જ ઉત્સાહિત છે. આ લીગ યૂરોપમાં ક્રિકેટની રમતને આગળ લઈ જશે, લોકલ ટેલેન્ટને પ્રોત્સાહન આપવા અને ફેન્સ માટે વિશ્વ સ્તરીય મનોરંજન આપવાનો એક શાનદાર અવસર છે. તેમનું માનવું છે કે, ETPL ન ફક્ત યૂરોપિય ક્રિકેટનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે, પણ પરિવારો અને ચાહકોને એક જીવંત સાંસ્કૃતિક અનુભવ પણ આપશે.
આ પણ વાંચો: સીમા હૈદર અને સચિન મીણાના ઘરે જન્મેલી દીકરી શું ‘હિન્દુસ્તાની’ ગણાશે, જાણો શું કહે છે ભારતના કાયદા