ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

50 સેકન્ડ….કેમ પુતિન માટે બન્યા કપરા ?

Text To Speech

જેના નામનો દુનિયામાં ડંકો વાગે છે. વિશ્વના જાણીતા ‘ધ ટાઈમ્સ મેગેઝીન’ માં જે અવાર-નવાર ચમકતા રહે છે. જેના આગમન પહેલા તો તેમના કાર્યક્રમને લગતી તમામ તૈયારીઓ થઈ જાય છે. તે દેશ એટલે કે રશિયા. વિશ્વની આ મહાસત્તાના રાષ્ટ્રપતિ માટે સમયની કિંમત કેટલી હશે તેનો અંદાજ કોઈપણ લગાવી શકે છે. પરંતુ, રશિયન રાષ્ટ્રપતિને પણ કોઈ રાહ જોવડાવે તો ? સાંભળવામાં થોડુ અજુગતુ લાગશે પણ આવું જ કંઈક બન્યું છે રશિયાના પ્રેસિડેન્ટ પુતિન સાથે.

પુતિને જોઈ 50 સેકન્ડની રાહ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અત્યારે ઈરાનની રાજધાની તેહરાનની મુલાકાતે છે. આ દરમિયાન તેમની તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ અર્દોગન સાથે મુલાકાત થઈ. પરંતુ આ જ મુલાકાત હવે વિશ્વભરમાં બની છે ચર્ચાનો મુદ્દો. કારણકે તુર્કીના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવા માટે વિશ્વની મહાસત્તા કહેવાતા રશિયાના રાષ્ટ્રપતિને જોવી પડી 50 સેકન્ડની રાહ.

રાહ જોતા…જોતા અકળાયા પુતિન

તુર્કીના રાષ્ટ્રપતિને મળવા પહોંચેલા પુતિન માટે આ સમય કપરો સાબિત થયો. કારણકે, મુલાકાત માટે પુતિન તુર્કીના રાષ્ટ્રપતિની રાહ જોતા રહ્યા. પરંતુ તે ન આવ્યા. તે સમયે તેઓ કેટલા અકળાઈ ગયા હતા, તે વાતનો અંદાજ તો આ 50 સેકન્ડમાં તેમના ચહેરાના એક્સપ્રેશન જોઈને લગાવી શકાય તેમ છે. જો કે, પૂરા 50 સેકન્ડ સુધી રાહ જોવડાવ્યા બાદ તુર્કીના રાષ્ટ્રપતિ આવે છે અને તેમને જોઈ પુતિન સાહજીક ભાવથી હાથ મિલાવે છે.

Russian President Vladimir Putin

શું રાષ્ટ્રપતિ અર્દોગને લીધો બદલો ?

આ વીડિયો અત્યારે જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેના પર સોશિયલ મીડિયાના યૂઝર્સ પણ અવનવી કોમેન્ટ્સ કરી રહ્યા છે. જેમાં કેટલાક લોકોનું એવું કહેવું છે કે, રશિયાના રાષ્ટ્રપતિનો એર્દોગન સહિત અન્ય નેતાઓને મીટિંગ પહેલા રાહ જોવડાવવાનો ઈતિહાસ રહ્યો છે. વર્ષ 2020માં મોસ્કોની મુલાકાત સમયે એર્દોગનને પણ પુતિન સાથે મુલાકાત કરવા માટે 2 મિનિટની રાહ જોવી પડી હતી. ત્યારે, એવું માનવામાં આવી રહ્યું છે કે, તેહરાનમાં અર્દોગને આ જ વાતનો બદલો લીધો છે.

Back to top button