ઇક્વિટી માર્કેટ પોઝીટીવ ખુલશે, નફારૂપી વેચવાલી આવી શકે છે


મુંબઇ, 20 માર્ચઃ ભારતીય ઇક્વિટી બજારમાં હાલમાં તેજી યથાવત છે. ગિફ્ટ નિફ્ટી પણ હાલમાં પોઝીટીવ દેખાય છે ત્યારે આજે પણ ઇક્વિટી માર્કેટ પ્રારંભિક ટ્રેડમાં ઊંચા મથાળે ખુલવાની આશા સેવાય છે. નોંઘનીય છે કે ગઇકાલે સેન્સેક્સ 1.19 ટકા વધીને 76,348 અને નિફ્ટી 1.24 ટકા વધીને 23,190ના સ્તરે બંધ આવી હતી. ત્યારે આજે નફારૂપી વેચવાલીની શખ્યતા નકારી શકાતી નથી.
બીજી બાજુ એશિયન માર્કેટમાં શુક્રવારે મિશ્ર દેખાવ રહ્યો હતો. જાપાનનો નિક્કેઇ 225 પોઇન્ટ વધ્યો હતો, જ્યારે ટોપીક્સ 0.27 ટકા વધ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો એસએન્ડપી/ASX 200 પણ 0.12 ટકા વધ્યો હતો. જોકે દક્ષિણ કોરિયાનો કસ્પી 0.16 ટકા બંધ આવ્યો હતો. ટેક કેન્દ્રિત કોસડેક 0.86 ટકા ઘટ્યો હતો.
જાપાનમાં ફેબ્રુઆરીમાં ફૂગાવો ઘટવાના સંકેતોની વચ્ચે વાર્ષિક ધોરણે 3.7 ટકા ઘટ્યો છે, જે જાન્યુઆરીમાં બે વર્ષના ઊંચા મથા્ળે 4 ટકા કરતા નીચે છે. અમેરિકન માર્કેટમાં જોઇએ તો ફેડરલની ઘોષણાઓ બજારની અપેક્ષા પ્રમાણેની નથી. જેના કારણે એસએન્ડપી 500 0.22 ટકા ઘટીને 5,662.89, નાસડેક કંપોઝીટ 0.33 ટકા ઘટીને 17,681.63 રહ્યો હતો જેના કારણે એપલ અને અલ્ફાબેટ જેવી ટેક માંધાતાઓની સ્ક્રિપમાં ઘટાડો થયો હતો. દરમિયાનમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં 0.03 ટકાના આંશિક ઘટાડો થઇને 41,953.32 પર સેટલ થયો હતો. પ્રાપ્ત અહેવાલો અનુસાર વૈશ્વિક આઇટી માંધાતા કંપની એસેન્શરે ડિસેમ્બરથી ફેબ્રુઆરી ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે આવકમાં 5 ટકાનો વધારો હાંસલ કરતા વધીને 16.7 અબજ ડોલરની થઇ છે. જોકે તેણે ગાઇડન્સ નબળુ આપ્યુ હોવાથી આજે ભારતીય ઇક્વિટી માર્કેટમાં ઇન્ફોસિસ, વિપ્રો, ટીસીએસમાં નરમાઇ જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ બૈન કેપિટલ મણ્ણાપુરમ ફાઇનાન્સમાં રૂ.4385 કરોડ રોકીને 18% હિસ્સો લેશે