અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

બદલાતા વાતાવરણને કારણે રોગચાળો વકર્યો, અમદાવાદમાં ન્યુમોનિયાના કેસમાં વધારો

Text To Speech

રાજ્યમાં વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસથી પલટો આવ્યો છે. હાલ બેવડી ઋતુના અહેસાસ વચ્ચે ક્યાક કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. જેના કારણે રાજ્યમાં રોગચાળો વકર્યો છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદમાં શહેરમાં રોગચાળાએ માંજા મુકી છે. શહેરની અનેક હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાયા છે.

અમદાવાદમાં ન્યુમોનિયાના કેસમાં વધારો

અમદાવાદમાં વાતાવરણમાં બદલાવના કારણે અનેક લોકો હાલ બિમારીની ઝપેટમાં આવી ગયા છે. રાજ્યમાં હાલ એક તરફ ગરમી પડી રહી છે તો બીજી તરફ કમોસમી વરસાદ આમ બેવડી ઋતુના કારણે બીમારી વધી રહી છે. જેમાં વાયરલ ઈન્ફેક્શન, ગળું પકડાવવું, તાવ-શરદીના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે અમદાવાદ શહેરમાં ન્યુમોનિયાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદની સિવિલમાં ન્યુમોનિયાના 60 કેસ નોંધાયા છે.

વાયરલ ઈન્ફેક્શન-humdekhengenews

H3N2 ઈન્ફ્લુએન્ઝા વાઈરસને કારણે કેસ વધ્યા

હાલ રાજ્યમાં મોટા ભાગે લોકોને શરદી, ખાંસી અને ગળાની સમસ્યા થઈ રહી છે. જાણકારી મુજબ આ બિમારીને લગતા છેલ્લા 10 દિવસમાં 32 હજારથી વધારે કેસ નોંધાયા છે. ત્યારે જાણકારોનું માનવું છે કે હાલમાં જે રીતે કેસ વધી રહ્યા છે તેના માટે H3N2 ઈન્ફ્લુએન્ઝા વાયરસ જવાબદાર છે.

અસારવા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં 3800થી વધુ કેસ

અસારવા સિવિલ હોસ્પિટલમાં રોજ ઓપીડીમાં 3800થી વધુ કેસ આવી રહ્યા હોવાની જાણકારી મળી છે. તેમજ હાલ નાના બાળકો અને સીનિયર સીટિઝનના કેસ વધારે આવી રહ્યા છે. તો બીજી તરફ IMAએ તારણ આપ્યું છે કે વાયરલના કેસમાં એન્ટિબાયોટિકની જરૂર રહેતી નથી.

આ પણ વાંચો : વડોદરાના પાદરામાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં

Back to top button