ચોમાસુ આવતા જ વડોદરામાં રોગચાળો વકર્યો, તાવના કેસનો આંકડો 400એ પહોંચ્યો
વડોદરામાં હજી વરસાદ મન મૂકીને વરસ્યો પણ નથીને માત્ર પહેલાં રાઉન્ડના વરસાદ વરસ્તાની સાથે જ શહેરમાં રોગચાળો વકર્યો છે. સામાન્ય તાવના 400 કેસ વિવિધ વિસ્તારમાં નોંધાયા છે અને ઘરે ઘરે માંદગીના ખાટલા મંડાયા છે. પાલિકા તંત્રના ચોપડે દર્દીઓના આંક 20 ટકા જેટલા ઓછા દર્શાવતા હોવાનું કહેવાય છે. જ્યારે બીજી બાજુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સ્ખ્યમાં વધારો થઈ રહ્યો છે.
વડોદરામાં હજી વરસાદનો પ્રથમ રાઉન્ડ માત્ર પૂરો થયો છે ત્યારે ઘરે ઘરે માંદગીના ખાટલા મંડાવા માંડ્યા છે. ત્યારે વડોદરાની જનતા તંત્ર સામે લાલ આખ કરી રહી છે. તેઓનું કહેવું છે કે, સફાઈ કામ પુરતાં પ્રમાણમાં ન થતું હોવાથી આ રોગચાળો વકર્યો છે.
આ પણ વાંચો: વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા 4 શ્રમિકો દટાયા, 1 મોતને ભેટ્યો
વડોદરા શહેરના હાલના બિમારીના કેસની વાત કરીએ તો ડેન્ગ્યુના 16 કેસ, ચીકુન ગુનિયાના 10, જ્યારે ટાઈફોઈડના કેસમાં 30 ટકાનો વધારો થયો છે અને મેલેરિયાના 15 દર્દીઓ નોંધાયા છે આ ઉપરાંત સામાન્ય તાવના 400 જેટલા કેસ નોંધાયા છે.
કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા નિયત કેસથી 20 ટકા વધુ કેસ નોંધાયેલા હોય છે. જોકે હાલમાં સરકારી સહિત ચેપી રોગની હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો પાણીજન્ય રોગચાળાના દર્દીઓનો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો: MLA GUJARAT પ્લેટવાળી કારનો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત