ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ શહેરમાં રોગચાળો વકર્યો, 5 વર્ષની બાળકીનું મૃત્યુ થયુ

Text To Speech
  • શહેરમાં શરદી-ખાંસી અને તાવના કિસ્સા વધ્યા
  • લિંબાયત વિસ્તારમાં આ ઘટના બની છે
  • સારવાર દરમિયાન બાળકીનું મોત થયુ છે

ગુજરાતના સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે. તાવ આવ્યા બાદ 5 વર્ષની બાળકીનું મોત છે. જેમાં લિંબાયતમાં 5 વર્ષીય બાળકીનું નિધન થયુ છે. તેમાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયુ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા ફીમાં કરાયો વધારો

રાજયમાં તમામ જગ્યાઓએ શરદી-ખાંસી અને તાવના કિસ્સા વધ્યા

સુરત શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. રાજયમાં તમામ જગ્યાઓએ શરદી-ખાંસી અને તાવના કિસ્સા વધી રહ્યા છે. સુરતમાં 5 વર્ષની બાળકીનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર બાળકી છેલ્લા 5 દિવસથી તાવનો શિકાર બની હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં આ ઘટના બની છે. અહીં છેલ્લા 5 દિવસથી બાળકીને તાવ આવી રહ્યો હતો અને ત્યારબાદ તેની સારવાર પણ ચાલી રહી હતી. સારવાર સમયે તાવમાં સપડાયેલી 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે.

આ પણ વાંચો: વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં વિરાટ કોહલી પાસે આવેલા યુવક મામલે થયો મોટો ખુલાસો 

પરિવારમાં શોકનું વાતાવરણ ફેલાયુ

5 વર્ષની બાળકીનું તાવમાં મોત થયું છે. બાળકીના પરિવારની વાત કરીએ તો તે સુરત સ્ટેશને હોટલમાં રસોઈયાનું કામ કરે છે. સંતોષદાસની પુત્રી તાન્યાનું મોત થયાનું સામે આવ્યું છે. પરિવારમાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Back to top button