ગુજરાતના આ શહેરમાં રોગચાળો વકર્યો, 7 વર્ષના બાળકનું કોલેરાથી મૃત્યુ
- તાવ અને ઝાડા-ઉલટી તેમજ મચ્છરજન્ય રોગો વધ્યા
- રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું
- 10 દર્દીઓમાંથી બે-ત્રણ દર્દીઓને ઝાડા-ઉલ્ટીની ફરિયાદ
ગુજરાતના સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે. જેમાં પીપલોદમાં 7 વર્ષના બાળકનું કોલેરાથી મોત થયુ છે. તેમજ સુરતમાં પેટમાં દુખાવો, ઝાડા ઉલટીના કેસ વધ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 10માંથી 3 દર્દીઓમાં ઝાડા ઉલટીની ફરિયાદ છે. તેથી રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
આ પણ વાંચો: ગુજરાત: રજિસ્ટ્રેશનમાં ગંભીર ભૂલો કરનાર વાહન ડીલરોને વાહનવ્યવહાર કમિશનર કચેરીએ નોટિસ ફટકારી
શહેરમાં રોગચાળો ભયંકર ગતીએ ફેલાઇ રહ્યો છે
શહેરમાં રોગચાળો ભયંકર ગતીએ ફેલાઇ રહ્યો છે. ત્યારે પીપલોદમાં સાત વર્ષના બાળકનું કોલેરાથી મોતનું પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. સિવિલના મેડિસિન વિભાગમાં સારવાર માટે આવતા 10 દર્દીઓમાંથી બે-ત્રણ દર્દીઓને ઝાડા-ઉલ્ટીની ફરિયાદ થઇ છે. હાલ મિશ્રઋતુ જેવો માહોલ છે. જેમાં સવારે અને રાત્રે ઠંડીનો તો દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આવા વાતાવરણનાં કારણે રોગચાળામાં વધારો નોંધાયો છે. મનપાનાં ચોપડે શરદી-ઉધરસનાં જ સૌથી વધુ કેસ નોંધાયા છે.
તાવ અને ઝાડા-ઉલટી તેમજ મચ્છરજન્ય રોગો વધ્યા
આ સિવાય તાવ અને ઝાડા-ઉલટી તેમજ મચ્છરજન્ય રોગોનાં કેસો સહિત વિવિધ રોગના કેસ સામે આવ્યા છે. તેમજ ચિકનગુનિયાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તેમજ મનપાનાં આરોગ્ય કેન્દ્રો તેમજ સિવિલ હોસ્પિટલ અને ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાઇનો લાગી રહી છે. છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી.