ગુજરાત

અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી તથા ટાઈફોઈડના કેસ વધ્યા

Text To Speech
  • ઝાડા ઊલટીના કેસો છેલ્લા 3 વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે સૌથી વધુ
  • ગતવર્ષે ડિસેમ્બરમાં ઝાડા ઊલટીના 369 કેસ નોંધાયા હતા
  • ડિસેમ્બર મહિનામાં પાણીજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. જેમાં ઝાડા- ઊલટીના 464, ટાઈફોઈડના 343 કેસ સામે આવ્યા છે. વર્ષ 2023માં ઝાડા-ઉલટી, ટાઈફોઈડ, કોલેરાના કેસ વધુ નોંધાયા છે. અમદાવાદમાં ડિસેમ્બર મહિનામાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. મચ્છરજન્ય રોગચાળો ઘટયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં પાર્ટ ટાઇમ નોકરીની લાલચે ઠગાઈ, સાયબર માફિયાઓ સક્રિય થયા 

અમદાવાદમાં ડિસેમ્બર મહિનામાં પાણીજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદમાં ડિસેમ્બર મહિનામાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. તા. 31 ડિસેમ્બરે પૂરા થયેલા વર્ષ દરમિયાન ઝાડા- ઊલટી,, ટાઈફોઈડના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળો ઘટયો છે. સાદા મેલેરીયાના 48, ઝેરી મેલેરીયાના 20, ડેન્ગ્યુના 87 અને ચીકનગુનિયાના 2 કેસ નોંધાયા છે. શહેરમાં તા. 31 ડિસેમ્બર સુધીમાં ઝાડા-ઊલટીના 464, કમળાના 128, ટાઈફોઈડના 343 કેસ નોંધાયા છે. ગત વર્ષે તા. 31 ડિસેમ્બર સુધીમાં ઝાડા-ઊલટીના 369, કમળાના 316, ટાઈફોઈડના 365 કેસ નોંધાયા હતા. ઝાડા ઊલટીના કેસો છેલ્લા 3 વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે સૌથી વધુ નોંધાયા છે.

આ પણ વાંચો: ઇન્વેસ્ટર્સની સંખ્યાના મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે

ગતવર્ષે ડિસેમ્બરમાં ઝાડા ઊલટીના 369 કેસ નોંધાયા હતા

ઉપરાંત ડિસેમ્બરમાં પણ છેલ્લા 3 વર્ષ કરતા વધુ કેસો સામે આવ્યા છે. આ વખતે ઝાડા ઊલટીના ડિસેમ્બરમાં 464 કેસ નોંધાયા છે. વટવા, લાંભા, બહેરામપુરા, અમરાઈવાડી, ગોમતીપુર અને વસ્ત્રાલ વોર્ડમાં કોલેરાના 13 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 2023માં કોલેરાના 95 કેસ નોંધાયા છે. કોલેરાના 2022માં 35 અને 2021માં 64 કરતા વધુ છે. પૂર્વ વિસ્તારમાં લાંભા અને વટવા વિસ્તારમાં સૌથી વધુ કેસો કોલેરાના નોંધાયા છે. ઝાડા ઊલટીના ડિસેમ્બરમાં જ 464 કેસ, ટાઈફેઈડના 343 કેસ નોંધાયા છે. ઝાડા ઊલટીના કેસ છેલ્લા 3 વર્ષના ડિસેમ્બર માસની સરખામણીમાં આ વખતે વધુ છે. ગતવર્ષે ડિસેમ્બરમાં ઝાડા ઊલટીના 369 કેસ નોંધાયા હતા.

Back to top button