અમદાવાદ શહેરમાં રોગચાળાએ ફરી માથું ઉચક્યું છે. શહેરમાં પાણીજન્ય રોગોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 10 દિવસમાં ટાઇફોઇડના કુલ 156 કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા ઊલટીના 130 અને કમળાના 122 કેસ નોંધાયા છે.
અમદાવાદ વાસીઓ ફરી એક વાર રોગચાળાની ઝપેટમાં આવ્યા છે. શહેરમાં પાણીજન્ય રોગોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. બદલાતા વાતાવરણને કારણે અને ગંદુ પાણી પીવાને કારણે લોકો બિમારીઓની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ બિમારીઓને કાબુમાં લેવાની એને વધુ રોગચાળો ના ફેલાય તેના માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
રોગચાળો વકરતા તંત્ર હરકતમાં આવ્યું
અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરતા તંત્ર હરકતમાં આવ્યું છે. અને રોગચાળાને કાબુમાં લેવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત આજે પાલિકાતંત્ર દ્વારા પાણીના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લેવાયેલ નમૂનાઓની તપાસ કરતા 35 જેટલા નમૂનામાં ક્લોરિનનો રિપોર્ટ નીલ આવ્યો છે. જ્યારે 26 જેટલા પાણીનાં સેમ્પલમાં બેક્ટેરિયાની હાજરી જોવા મળી હતી જેથી તેને અનફિટ જાહેર કરાયાં છે.
મચ્છર જન્ય કેસના 10 દિવસના આંકડા
શહેરમાાં પાણીજન્ય રોગચાળામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે મચ્છર જન્ય કેસના આંકડા પણ સામે આવ્યા છે. અમદાવાદ મચ્છરજન્ય તાવના સીમિત કેસના આંકડા મુજબ છેલ્લા 10 દિવસમાં સાદા મલેરિયાના 9 કેસ, ઝેરી મેલેરિયાના 4 કેસ, ડેન્ગ્યુના 67 કેસ તથા ચિકનગુનિયાના પણ 7 કેસ નોંધાયા હતા. જેથી આ મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે 14 હજાર 814 જેટલા લોહીના નમૂના તથા 558 જેટલા સીરમ સેમ્પલ પણ લેવામાં આવ્યાં છે.
આ પણ વાંચો :મહેસુલ વિભાગનો ચાર્જ સંભાળતા જ ભ્રષ્ટાચારીઓ સામે CMની મોટી કાર્યવાહી