- ઝાડા, ઉલટી સહિત વિવિધ રોગચાળાના 800થી વધુ કેસ
- સોલા સિવિલ હોસ્પિટલમાં તાવ, શરદીના સપ્તાહમાં 1,020 દર્દી
- 4 દિવસમાં કમળાના 9, ઝાડા ઉલટીના 13 કેસ નોંધાયા છે
અમદાવાદ શહેરમાં ચોમાસાથી રોગચાળો વકર્યો છે. જેમાં હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો વધ્યો છે. તેવામાં સોલા સિવિલ હોસ્પિટલમાં તાવ, શરદીના સપ્તાહમાં 1,020 દર્દી આવ્યા છે. મચ્છરજન્ય રોગના કેસનું પ્રમાણ હવે ધીમે ધીમે વધ્યું છે. તેમજ ઝાડા, ઉલટી સહિત વિવિધ રોગચાળાના 800થી વધુ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: આવતીકાલથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા શહેરમાં પડશે સાંબેલાધાર મેઘ
ઝાડા ઉલટી સહિત વિવિધ રોગચાળાના 800થી વધુ કેસ નોંધાયા
અસારવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે મહિનામાં ઝાડા ઉલટી સહિત વિવિધ રોગચાળાના 800થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે એસજી હાઈવે સ્થિત સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના 1020 કેસ નોંધાયા છે. સોલામાં શરદી, તાવ સહિતના વાયરલ ઈન્ફેક્શનના કેસમાં મામૂલી ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો: મહિલાએ મહેસાણામાં ભૂરા કલરના બાળકને જન્મ આપતાં સૌ કોઈ ચોંકી ગયા
ચિકન ગુનિયાના 4, ન્યુમોનિયાના 33, ટાઈફોઈડ ત્રણ અને ચિકન પોક્સનો એક કેસ
અસારવા સિવિલ હોસ્પિટલમાં જૂન મહિનામાં ઝાડા ઉલટીના 301, કમળાના 171, મેલેરિયાના 5, ચિકન ગુનિયાના 4, ન્યુમોનિયાના 33, ટાઈફોઈડ ત્રણ અને ચિકન પોક્સનો એક કેસ નોંધાયો છે. જ્યારે જુલાઈ મહિનાના 4 દિવસમાં કમળાના 9, ઝાડા ઉલટીના 13 કેસ નોંધાયા છે. સિવિલમાં મે અને જૂન એમ બે મહિનામાં રોગચાળાના 800થી વધુ કેસ નોંધાયા છે. મે મહિનામાં સિવિલમાં ઝાડા ઉલટીના 300 કેસ આવ્યા હતા.
રોજના સરેરાશ 1500 જેટલા દર્દીઓ નોંધાઈ રહ્યા છે
બીજી તરફ સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં શરદી, તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનના 1,020 કેસ નોંધાયા છે. સોલા હોસ્પિટલના સૂત્રો કહે છે કે, અત્યારે હોસ્પિટલમાં રોજના સરેરાશ 1500 જેટલા દર્દીઓ નોંધાઈ રહ્યા છે, ઓપીડીમાં જે બાળકો આવે છે તેમાં 30થી 35 ટકાને દાખલ કરવા પડે છે જ્યારે પુખ્ત વયના દર્દીમાં આ રેશિયો 8થી 10 ટકા છે. સોલામાં સપ્તાહમાં ડેન્ગ્યુના 7, મેલેરિયાના 2, ટાઈફોઈડ 4 અને કમળાના 5 કેસ નોંધાયા છે.