ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના આ શહેરમાં રોગચાળાનો ખતરો, 3 દિવસમાં 106 કેસ સામે આવ્યા

  • સીવીલમાં 14 દર્દીઓ ઝાડા ઉલટીના દાખલ કરવામાં આવ્યા
  • નઘરોળ તંત્રના કારણે ફરીથી ગંભીર રોગચાળાની દહેશત
  • દુષિત પાણીના કારણે કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો

ગુજરાતના કલોક શહેરમાં રોગચાળાનો ખતરો વધ્યો છે. જેમાં 3 દિવસમાં 106 કેસ સામે આવ્યા છે. તેમાં કલોલ પૂર્વમાં ઝાડા-ઉલટીનો ખતરો વધારે જોવા મળ્યો છે. પૂર્વ વિસ્તારમાં વધુ એક વખત રોગચાળાના કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દુષિત પાણીના કારણે કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: બલ્ગેરિયન યુવતીના દુષ્કર્મ કેસમાં કેડીલા ગ્રુપના રાજીવ મોદીની મુશ્કેલી વધશે

નઘરોળ તંત્રના કારણે ફરીથી ગંભીર રોગચાળાની દહેશત

નઘરોળ તંત્રના કારણે ફરીથી ગંભીર રોગચાળાની દહેશત ઉભી થઈ છે. જેના પગલે લોકોમાં ફફડાટનું મોજુ ફરી વળ્યું છે. પૂર્વ વિસ્તારમાં ત્રણ દિવસમાં ઝાડા ઉલટીના 106 કેસ સરકારી દફતરે નોંધાયા છે. આ આંકડો વધી રહ્યો છે. તેમજ 22 જેટલા ઝાડા ઉલટીના દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. ત્યારે દુષિત પાણીના કારણે ઝાડા ઉલટીનો રોગચાળો ફેલાયો હોવાની શકયતાઓ જોવા મળી રહી છે. કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં ઝાડા ઉલટીનો રોગચાળો જોવા મળી રહ્યો છે. સરકારી ચોપડે ત્રણ દિવસમાં 106 ઝાડા ઉલટી દર્દીઓ નોંધાયા છે. ઝાડા ઉલટીનો રોગચાળો ફેલાતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક ઠેકાણે નળ વાટે દુષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેના કારણે ઝાડા ઉલટીનો રોગચાળો ફેલાયો હોવાની શકયતાઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ: બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી ક્યાંય અટવાય તો તેની મદદે પોલીસ આવશે

કલોલની સીવીલમાં 14 દર્દીઓ ઝાડા ઉલટીના દાખલ કરવામાં આવ્યા

કલોલની સીવીલમાં 14 દર્દીઓ ઝાડા ઉલટીના દાખલ કરવામાં આવેલા છે અને ત્રણ દિવસમાં સીવીલમાં ઝાડા ઉલ્ટીના 38 દર્દીઓએ સારવાર લીધી છે. તેમજ અન્ય દર્દીઓને અર્બન 1 માં સારવાર આપી હોવાનું દફતરે નોંધાયું છે શહેરના પૂર્વ વિસ્તારમાં અગાઉ પીવાના પાણીની લાઈનો સાથે ગટરના દુષિત પાણી ભળી જતા કોલેરાનો રોગચાળો ફેલાયો હતો. જેના કારણે અનેક લોકો રોગચાળામાં સપડાયા હતા. જેમાં છ થી વધુ લોકોના આ રોગચાળામાં મોત નિપજ્યા હતા. ત્યારબાદ હરકતમાં આવેલા તંત્ર દ્વારા સમગ્ર પૂર્વ વિસ્તારમાં પીવાની લાઈનો બદલવાની કાર્યવાહી કરવામાં આવી હતી હતી. તેમ છતાં ફરીથી અહી ઝાડા ઉલટીનો રોગચાળો જોવા મળી રહ્યો છે.

Back to top button