સુરતમાં રોગચાળાએ માથું ઊંચક્યું, બે દિવસમાં બે બાળકોના મૃત્યુથી ફફડાટ ફેલાયો


સુરતઃ(Surat News)શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. (Epidemic)શહેરમાં બે દિવસમાં બે બાળકોના મૃત્યુ થવાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગઈકાલે પાંચ વર્ષની બાળકી બાદ આજે દોઢ મહિનાના બાળકનું મૃત્યુ થયું હતુ. (two child death )આ બાળકને શરદી, ઉધરસ અને તાવની તકલીફ હતી. આ બાળકને નાકમાંથી લોહી નીકળ્યા બાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયું હતું. જ્યાં સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નિપજ્યું હતું.
બાળકને શરદી ઉધરસની દવા ચાલુ હતી
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના કતાર વિસ્તારમાં રમાકાંત શુક્લા માર્બલનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રમકાંતને ત્યાં દોઢ મહિના પહેલાં દીકરો અવતર્યો હતો. પરિવારનો એકનો એક દીકરો હોવાથી સૌનો લાડકો હતો. બે દિવસ પહેલાં આ બાળકને શરદી અને ઉધરસ થતાં તેની દવા ચાલી રહી હતી. દરમિયાન આજે નાકમાંથી લોહી નીકળ્યા બાદ તેને તેના માતા પિતા સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા. આ બાળકને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું.
સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ થયું
ગઈ કાલે પણ સુરત રેલવે સ્ટેશન પાસે હોટેલમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં સંતોષદાસની પુત્રીને છેલ્લા ચારેક દિવસથી તાવ આવી રહ્યો હતો. પરિવારજનો તાનિયાને ઘર ખાનગી દવાખાનામાં લઈને ગયા હતા. ચાર દિવસથી સારું નહીં થતાં ડોક્ટરે તાનિયાનો બ્લડ રિપોર્ટ કરવા માટે કહ્યું હતું. જેથી પરિવારજનોએ તાનિયાનો બ્લડ ટેસ્ટ કરાવ્યો હતો. પરંતુ રિપોર્ટ આવે તે પહેલાં જ તાનિયાની તબિયત બગડતાં તે બેભાન થઈ ગઈ હતી. જેથી પરિવારજનો તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં તેનું મૃત્યુ થયું હતું.