- વાયરલ ઈન્ફેક્શનના કેસમાં સતત વધારો દેખાઈ રહ્યો છે
- ડેન્ગ્યૂના 41 પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે
- એક સપ્તાહમાં ડેન્ગ્યુના 213 શંકાસ્પદ દર્દી નોંધાયા
સાવચેત રહેજો, અમદાવાદમાં રોગચાળો વધ્યો છે. જેમાં હોસ્પિટલોમાં દર્દીઓની લાઇનો લાગી છે. તેમજ સોલા સિવિલમાં કૂતરા કરડવાના કેસમાં 93 દર્દીએ સારવાર લીધી છે. તથા તાવ સહિત વાઈરલના સપ્તાહમાં 1600 જેટલા દર્દી સામે આવ્યા છે. અને ડેન્ગ્યૂના 213 શંકાસ્પદ કેસ, 41માં પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સતત હૃદય રોગના હુમલાની ઘટના વધી, આ શહેરમાં એક દિવસમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા
કૂતરા કરડવાના 93 કેસમાં દર્દીઓને સારવાર આપવામાં આવી
છેલ્લા એક સપ્તાહમાં સર્પદંશના પાંચ કેસ નોંધાયા છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 213 શંકાસ્પદ દર્દી નોંધાયા છે, જે પૈકી 41 ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ છે. ગત સપ્તાહે ડેન્ગ્યુના 53 દર્દીએ સારવાર લીધી હતી. આમ ડેન્ગ્યુના કેસમાં મામૂલી ઘટાડો દેખાયો છે. આ ઉપરાંત શરદી, ખાંસી, તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનના 1,594 જેટલા દર્દી નોંધાયા છે જ્યારે કૂતરા કરડવાના 93 કેસમાં દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતના ચાર IASનો પ્રવાસ બદલાયો, વાઇબ્રન્ટ અંગે વિદેશગમન બાબતે કરાયો ફેરફાર
વાયરલ ઈન્ફેક્શનના કેસમાં સતત વધારો દેખાઈ રહ્યો છે
સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યારે રોજની ઓપીડી 1500 દર્દી આસપાસ રહે છે. ઓપીડીમાં પુખ્ત વયના જે દર્દી આવે છે તેમાં 8થી 10 ટકા જેટલા દર્દીને દાખલ કરીને સારવાર આપવી પડે છે જ્યારે બાળકોની ઓપીડીમાં 20 ટકા જેટલાને દાખલ કરીને સારવાર અપાઈ રહી છે. હોસ્પિટલ સૂત્રોએ કહ્યું કે, છેલ્લા એક સપ્તાહમાં સર્પદંશના પાંચ કેસ નોંધાયા છે, મેલેરિયાના શંકાસ્પદ 470 દર્દી નોંધાયા હતા, જે પૈકી બે પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. વાયરલ હિપેટાઈટિસ-એના પાંચ દર્દીને સારવાર આપવામાં આવી છે. ચિકન ગુનિયામાં અને ટાઈફોઈડના એક-એક કેસ આવ્યા છે. તાવ, શરદી સહિતના વાયરલ ઈન્ફેક્શનના કેસમાં સતત વધારો દેખાઈ રહ્યો છે, ગત સપ્તાહે 1,095 જેટલા દર્દીએ વાયરલના કેસોમાં સારવાર મેળવી હતી, આ સપ્તાહે આ કેસ 1,594 આસપાસ પહોંચ્યા છે.