ચંદ્રયાન-3 ચંદ્રની ખૂબ નજીક પહોંચી ગયું છે
ચંદ્રયાન-3 ચંદ્રની ખૂબ નજીક પહોંચી ગયું છે. તેમની બાજુથી ચંદ્રનો ખૂબ જ નજીકનો ફોટો મોકલવામાં આવ્યો છે. તે ચિત્રમાં ચંદ્ર પર ડાર્ક સ્પોટ્સ દેખાય છે. જેમાં એકદમ અંધારું છે. આ પહેલા પણ ચંદ્રયાન દ્વારા ચંદ્રની ઘણી તસવીરો મોકલવામાં આવી હતી, તે તસવીરોમાં ચંદ્ર ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો હતો. પરંતુ હવે જે તસવીર મોકલવામાં આવી છે તે ખૂબ જ કાળી છે. પરંતુ એ સ્પષ્ટપણે જાણવા મળી રહ્યું છે કે ભારતનું ચંદ્ર મિશન ચંદ્ર સુધી ઘણું દૂર પહોંચી ગયું છે.
વધુ વાંચો : ચંદ્રયાન-3 ચંદ્રની ખૂબ નજીક પહોંચ્યું, જુઓ નજીકથી ચંદ્રનો અદ્દભુત નજારો
મહેસાણા પેરોલ ફ્લો ટીમે ઠગાઇના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો
ઉંઝા પોલીસ સ્ટેશનમાં ઠગાઇના ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામા આવ્યો છે. મહેસાણા પેરોલ ફ્લો ટીમ દ્વારા આરોપીને બાતમી વાળી જગ્યા પર જઇને ઝડપી લીધો હતો.ત્યારબાદ વધુ તપાસ માટે આરોપીને ઉંઝા પોલીસને સોપવામાં આવ્યો છે.
વધુ વાંચો : મહેસાણા પેરોલ ફ્લો ટીમે ઠગાઇના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો
ફ્રોડ રોકવા કેન્દ્રની સાઈબર સ્ટ્રાઈક
દેશભરમાં ઈન્ટરનેટ અને સ્માર્ટફોન્સનો વપરાશ વધવાની સાથે સાઈબર ક્રાઈમનું પ્રમાણ ખુબજ વધ્યું છે. અનેક ગણું સાઈબર ક્રાઈમ વધવાના કારણે કેન્દ્રની સરકારે લોકો સાથે સાઈબર છેતરપિંડી રોકવા માટે કડક પગલા લીધા છે. સીમ કાર્ડ વેચતા ડીલર્સને હવે પોલીસ તેમજ બોયોમેટ્રિક વેરિફિકેશન કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જે બલ્કમાં સીમ કાર્ડ વેચાતા હતા તેમના વેચાણ પર કેન્દ્રએ પ્રતિબંધ મૂકી દીધો છે. તેમજ સાઈબર ફ્રોડમાં વપરાતાં સીમ કાર્ડને ડિજિટલ સ્ટાઈક કરી 53 લાખ સીમકાર્ડ બ્લોક કર્યા છે. વધુમાં સીમ કાર્ડથી થતા ફ્રોડ અટકાવવા સીમ કાર્ડ ડીલર્સ પર નવા નિયમોના ભંગ કરનારને 10 લાખના દંડની જોગવાઈ કરી છે.
વધુ વાંચો : ફ્રોડ રોકવા કેન્દ્રની સાઈબર સ્ટ્રાઈક, 52 લાખ સીમકાર્ડ કર્યા બ્લોક
કોલંબિયામાં માત્ર અડધા કલાકમાં ભૂકંપના 3 આંચકા અનુભવાયા
કોલંબિયાની રાજધાની બોગોટામાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 હતી. 15 મિનિટમાં 5.7ની તીવ્રતાનો આફ્ટરશોક પણ આવ્યો હતો. તેના થોડા સમય બાદ 4.8ની તીવ્રતાનો ત્રીજો આંચકો પણ અનુભવાયો હતો. ભૂકંપના કારણે એક મહિલા ગભરાઈ જતા પડી ગઈ હતી, જેમાં તેનું મોત થયું હતું.
વધુ વાંચો : કોલંબિયામાં માત્ર અડધા કલાકમાં ભૂકંપના 3 આંચકા અનુભવાયા, સંસદની છતનો એક ભાગ તૂટી પડ્યો
સુરતમાં રોગચાળાએ ભરડો લીધો
વરસાદના વિરામ બાદ સુરતમાં સતત રોગચાળો વકરી રહ્યો છે. ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે.છેલ્લા 72 કલાકમાં છ લોકોએ રોગચાળાને કારણે જીવ ગુમાવ્યા છે. જેમાં ત્રણ તો બાળકોનો સમાવેશ થાય છે.
વધુ વાંચો : સુરતમાં રોગચાળાએ ભરડો લીધો, 72 કલાકમાં 6 લોકોએ ગુમાવ્યો જીવ
વીજચોરો પર PGVCLની સર્જીકલ સ્ટ્રાઈક
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વીજચોરી ન થાય તે માટે પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમીટેડ દ્રારા સમયાંતરે ડ્રાઇવ યોજવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ચેકિંગ દરમિયાન કુલ એકાદ લાખ કરતા વધુ વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી.જેમાં 27 હજારથી વધુ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ હતી. આ ચેકિંગ દરમિયાન સૌથી વધુ ભાવનગર અને સૌથી ઓછી વીજચોરી બોટાદમાં પકડાઈ હતી.
વધુ વાંચો : PGVCLની મોટી કાર્યવાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 4 મહિનામાં 82 કરોડની વીજચોરી ઝડપી પાડી
દાંતીવાડાના ડેરીગામના યુવક પર રીંછે કર્યો હુમલો
બનાસકાંઠામાં અનેકવાર દીપડા સહિતના વન્ય જીવો ખોરાક પાણીની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં આવી જતા હોય છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં માનવવસ્તીમાં ઘૂસીને રીંક્ષો દ્વારા હુમલો કરવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આવો જ એક કિસ્સો દાંતીવાડાના ડેરીગામમાંથી સામે આવ્યો છે. જેમાં ડેરીગામના યુવક ઉપર રીંછે હુમલો કર્યો હોવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
વધુ વાંચો : બનાસકાંઠામાં રીંછનો આતંક, ડેરીગામના યુવક પર હુમલો કરતા ગ્રામજનોમાં ભય