સુરત શહેરમાં રોગચાળોએ માજા મુકી, લેપ્ટોસ્પાઈરોસિસના 2 કેસ નોંધાયા
- સરકારી હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં પણ વધારો થયો
- આ રોગ સામાન્ય રીતે ખેડૂતો અને ગરીબ લોકોને થાય છે
- લેપ્ટોસ્પાઈરોસિસ ચેપી રોગ છે જે સ્પાઈરોશેટ્સ બેક્ટીરીયા દ્વારા થાય છે
સુરત શહેરમાં રોગચાળોએ માજા મુકી છે. જેમાં સુરતમાં લેપ્ટોસ્પાઈરોસિસના 2 કેસ નોંધાયા છે. ત્યારે બન્ને દર્દીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમાં 60 વર્ષીય વૃદ્ધા અને 35 વર્ષીય યુવક લેપ્ટોસ્પાઈરોસિસની ચપેટમાં આવી ગયા છે.
આ પણ વાંચો: અમદાવાદ-ગાંધીનગર વચ્ચે PM Modiના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો શુભારંભ થશે
સરકારી હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં પણ વધારો થયો
સુરત શહેરમાં રોગચાળો વધતા સરકારી હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં પણ વધારો થયો છે. તાવમાં 4 વર્ષના બાળકનું મોત થયુ હતું . લેપ્ટોસ્પાઈરોસિસ ચેપી રોગ છે જે સ્પાઈરોશેટ્સ બેક્ટીરીયા દ્વારા થાય છે જેને લેપ્ટોસ્પાઈરા કહેવાય છે. લક્ષણોમાં માથાનો દુખાવો, સ્નાયુનો દુ:ખાવો, અને તાવ આવી શકે છે. જેમ કે ફેફસામાંથી લોહી વહેવું અથવા મિનીનજાઈટીસ જો ચેપ લાગનાર વ્યક્તિને કમળો થાય કે તે કિડનીની નિષ્ફળતા ધરાવે અને રક્તસ્ત્રાવ થવા લાગે તો તેને વિલ્સ રોગ તરીકે ઓળખવામાં આવે છે. જો તે ફેફસામાંથી ખૂબ લોહી વહી જવાનું કારણ બને તો તેને ગંભીર પલ્મનરી હેમરેજ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે.
આ રોગ સામાન્ય રીતે ખેડૂતો અને ગરીબ લોકોને થાય છે
મનુષ્યોમાં રોગ જંગલી અને પાલતુ બંન્ને પ્રાણીઓ દ્વારા ફેલાય છે. સૌથી સામાન્ય રીતે ઉંદર દ્વારા આ રોગ ફેલાવવામાં આવે છે. તે ઘણી વખત પ્રાણીના મૂત્ર, પાણી અથવા પ્રાણીના મૂત્ર વાળી માટી દ્વારા ફેલાઈ છે જે ચામડી, આંખ, મોઢા અથવા નાકના સંપર્કમાં આવી અને શરીરમાં પ્રવેશે છે. વિકસતા વિશ્વમાં આ રોગ સામાન્ય રીતે ખેડૂતો અને ગરીબ લોકોને થાય છે.