ટોપ ન્યૂઝમધ્ય ગુજરાતહેલ્થ

અમદાવાદમાં રોગચાળો વકર્યો, દર્દીઓની સાથે ડૉક્ટરો પણ થઈ રહ્યા છે બિમાર

Text To Speech

અમદાવાદમાં વરસાદ સાથે વાતાવરણમાં પણ ફેરફેર સર્જાતા તેમજ હવામાં ભેજનું પ્રમાણ વધવા સહિત વાયરસ-બેક્ટેરિયાની ઉત્પત્તિ વધતા ઘેર-ઘેર વાયરલ ઇન્ફેક્શનના કિસ્સા જોવા મળે છે. નાગરિકોની ફરિયાદ અનુસાર હાઈ ગ્રેડ ફીવર, શરીરમાં કળતર, પીઠમાં દુખાવો, શરદી- માથાનો દુખાવો સહિતની સમસ્યાઓથી અનેક લોકો પીડાઈ રહ્યા છે.

છેલ્લા કેટલાય દિવસોથી વાઈરલ ઇન્ફેક્શનનો પ્રભાવ વધતા દવાખાનાઓમાં દર્દીઓ ઉભરાવા માંડ્યા છે. વરસાદી માહોલમાં દૂષિત પાણીને લીધે એક તરફ કમળો, શંકાસ્પદ કોલેરા, સીઝનલ ફ્લુ સહિત હવે વાયરલ ઇન્ફેક્શને અડિંગો જમાવતા નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ હોસ્પિટલમાં ડૉક્ટરો પણ બીમાર થઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો : કોમી એકતાની અનોખી મિશાલઃ અમદાવાદના જુહાપુરામાંથી મુસ્લિમોએ તિરંગા યાત્રા કાઢી

શહેરમાં રોગચાળો વકર્યો

વાયરલ ઇન્ફેક્શન વધતા દર્દીઓની સારવાર કરતો સ્ટાફ પણ બીમાર થવા લાગ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલના 70 ટકા હોસ્પિટલ સ્ટાફ વાયરલનો ભોગ બન્યો છે. જ્યારે બીજી તરફ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમા જો વાત સોલા સિવિલની કરવામાં આવે તો માત્ર 15 દિવસમાં વાયરલ ફીવરના – 2900 કેસ, ડેન્ગ્યુના 21 કેસ, મલેરિયા – 10,તાઈફોઈડ – 5 કેસ સામે આવ્યા છે. જેમાં ડૉક્ટરો પણ કોઇને કોઇ બીમારીનો ભોગ બની રહ્યા છે.

આ તરફ તહેવારોમાં લોકોના બહાર ફરતાં હોવાના કારણે વાતાવરણમાં ભેજવાળી સ્થિતિ હોવાના કારણે બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં બીજી તરફ લોકો ટેસ્ટ ના કરાવતા હોવાથી હજુ પણ કેસ વધુ હોવાની શક્યતા રહેલી છે.

આ પણ વાંચો : બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર અમદાવાદ ખાતે સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી…

Back to top button