EPFOમાં અલગથી બનશે રિઝર્વ ફંડ! તમારા પૈસા વધારે સુરક્ષિત રહેશે


HD ન્યુઝ ડેસ્ક : આજકાલ બેંકિંગ ફ્રોડની સાથે, EPFO ફ્રોડ પણ થઈ રહ્યાં છે. સ્કેમર્સ તમારી અંગત માહિતી લઈને તમારા એકાઉન્ટને હેક કરી રહ્યા છે. પરંતુ હવે તમારા EPFO ના પૈસા સુરક્ષિત રહેશે. સરકાર હવે EPFO માટે ‘વ્યાજ સ્થિરીકરણ રિઝર્વ ફંડ’ બનાવવાની તૈયારી કરી રહી છે. સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય EPFOના 6.5 કરોડથી વધુ સભ્યોને તેમના ભવિષ્ય નિધિ યોગદાન પર સ્થિર વ્યાજ પૂરું પાડવાનો રહેશે.
હેતુ શું છે?
એક અહેવાલ મુજબ, શ્રમ અને રોજગાર મંત્રાલયે આ સંદર્ભમાં આંતરિક અભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસના આધારે, EPFO સભ્યોને તેમના રોકાણ પર મળતા વળતર ઉપરાંત એક નિશ્ચિત વ્યાજ ચૂકવવાનું હોય છે. એવું માનવામાં આવે છે કે આ પગલું સભ્યોને બજારના વધઘટની અસરથી બચાવવા માટે લેવામાં આવી રહ્યું છે, જેથી તેમને સ્થિર વ્યાજ મળે અને તેમની કમાણીમાં કોઈ નુકસાન ન થાય. બજારમાં રોકાણ કરવું જોખમી છે, આવી સ્થિતિમાં EPFOનું રિઝર્વ ફંડ સભ્યોને ખાતરીપૂર્વક રિટર્ન આપી શકશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
તે કેવી રીતે કામ કરશે?
રિપોર્ટ અનુસાર, EPFO દર વર્ષે વ્યાજની આવકને બાજુ પર રાખીને એક રિઝર્વ ફંડ બનાવશે. આ ફંડનો ઉપયોગ EPFO ના રોકાણ પર વળતર ઘટશે ત્યારે કરવામાં આવશે. આ દ્વારા, સભ્યોને નિશ્ચિત વ્યાજ મળશે અને બજારમાં ગમે તેટલી વધઘટ થાય, તેની તેમના હિત પર કોઈ અસર થશે નહીં.
આ નિયમ ક્યારે લાગુ થશે?
EPFO રિઝર્વ ફંડની આ યોજના હાલમાં પ્રારંભિક તબક્કામાં છે અને આ વર્ષના અંત સુધીમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. જો આ યોજનાને EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ તરફથી મંજૂરી મળે, તો તેનો અમલ 2026-27 થી થઈ શકે છે.
કેટલું વ્યાજ મળી રહ્યું છે?
EPFO પર ઉપલબ્ધ વ્યાજ દરો વર્ષ-દર-વર્ષે બદલાતા રહે છે. વર્ષ 2023-24 માટે, EPFO એ સભ્યો માટે વ્યાજ દર 8.25 ટકા નક્કી કર્યો હતો. અગાઉ સભ્યોને ૮.૧૦ વ્યાજ દર મળતો હતો.
તમે ATM માંથી પૈસા ઉપાડી શકો છો
આ ઉપરાંત, આ વર્ષે જાન્યુઆરીમાં ATM માંથી PF ના પૈસા ઉપાડવાની સુવિધા પણ જાહેર કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે આગામી દિવસોમાં લોકો ATM માંથી તેમના EPFO ના પૈસા ઉપાડી શકશે. આ માટે તેમને બેંક ડેબિટ કાર્ડની જેમ એટીએમ કાર્ડ પણ આપવામાં આવશે.
આ પણ વાંચો : મોનાલિસા પહેલીવાર ફ્લાઈટમાં જતા પહેલા પિતાને ગળે મળી, થઈ ઈમોશનલ, જુઓ વીડિયો