EPFO મેમ્બર્સ માટે ખુશખબર આવી: PFના વ્યાજદરોમાં થઈ શકે છે વધારો, થશે મોટી બચત


નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2025: 2025માં સરકાર મિડલ ક્લાસને કેટલીય રાહત આપવા જઈ રહી છે. બજેટમાં ટેક્સ કાપથી લઈને રિઝર્વ બેન્કે વ્યાજ દરોમાં કાપ કરીને મિડલ ક્લાસને મોટી રાહત આપી છે. હવે નોકરિયાત અને મિડિલ ક્લાસની નજર EPFO પર મળતા વ્યાજ પર ટકેલી છે. નોકરિયાતોને આશા છે કે આવનારા દિવસોમાં લોકોને ઈપીએફઓમાં જમા પૈસા પર વધારે વ્યાજ મળશે. ત્યારે આવા સમયે સરકાર પણ સેલરીડ ક્લાસ માટે એક મોટો નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે, જેનાથી કરોડો કર્મચારીઓને સીધો ફાયદો થશે.
હકીકતમાં જોઈએ તો, પીએફ સેલરીડ ક્લાસ લોકોની મોટી બચત હોય છે. આ બચત પર સરકાર વ્યાજ આપે છે. હવે સરકાર પીએફ પર વ્યાજ વધારી શકે છે. જેનાથી મિડલ ક્લાસના લોકોની બચત વધારે થશે.
બોર્ડ મિટિંગમાં થઈ શકે છે મોટી જાહેરાત
પ્રોવિડેંટ ફંડથી સંબંધિત તમામ નિર્ણય ઈપીએફઓ લે છે. ત્યારે આવા સમયે સૌની નજર ઈપીએફઓની આગામી બોર્ડ મિટિંગ પર છે. જે 28 ફેબ્રુઆરીએ થવાની છે. આશા છે કે, આ મિટિંગમાં વ્યાજ દરોમાં વધારો થવાની શક્યતા છે.
ક્યારે ક્યારે વ્યાજ વધ્યા
એવું નથી કે આ વર્ષે પીએફ પર વ્યાજ વધવાની વાત થઈ રહી છે. આ અગાઉ સતત 2 વર્ષ સરકારે પીએફમાં વ્યાજ વધાર્યા છે. આ અગાઉ સરકારે 2022-23માં પીએફ પર વ્યાજ દરોને રિવાઈઝ કર્યા હતા અને તેને વધારીને 8.15 ટકા કરી દીધા હતા. ત્યાર બાદ 2023-24માં ફરી રિવાઈઝ કરી તેને 8.25 ટકા કરી દીધું. હાલમાં પીએફ પર વ્યાજ 8.25 ટકા મળી રહ્યું છે.
કેટલું વધી શકે છે વ્યાજ
આમ તો સરકારે ઈપીએફઓ પર વ્યાજદર વધારવાને લઈને કોઈ હિંટ આપી નથી. પણ તેની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે પણ સરકાર વ્યાજદરોમાં 0.10 ટકાનો વધારો કરી શકે છે.જો આવું થશે તો સેલરીડ ક્લાસને મોટી રાહત મળી શકે છે.
આ પણ વાંચો: VIDEO: લગ્ન પ્રસંગમાં મહેમાન બનીને દીપડાએ એન્ટ્રી મારી, મેરેજ હોલમાં અફરા તફરી મચી ગઈ