EPFOએ કરોડો ખાતાધારકોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારના એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે EPFO એ 2022-23 માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. EPF પર વ્યાજ દર વધારીને 8.15 ટકા કરવામાં આવ્યો છે.
EPFOએ કર્મચારીઓના PF પર વ્યાજદરમાં કર્યો વધારો
ગઈકાલે એટલે કે સોમવારથી સીબીટીની બેઠક શરુ થઈ છે. આ બેઠકમાં EPFO દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી ત્યારે આ બેઠકમાં EPFOએ તેના સબ્સ્ક્રાઇબર્સ માટે 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પરના વ્યાજ દરની જાહેરાત કરી છે. જેમાં EPF પર વ્યાજ દર વધારીને 8.15 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે.
કરોડો ખાતાધારકોને થશે લાભ
જાણકારી મુજબ EPFO એ 8.15 ટકાના દરે વ્યાજ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે માર્ચ 2022 માં સરકારે 2021-22 માટે 8.1% EPF દરની જાહેરાત કરી હતી. 1977-78 પછીના 40 વર્ષમાં સૌથી નીચો હતો. ત્યારે હવે EPFO દ્વારા 8.15 ટકાના દરે વ્યાજ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવતા કરોડો ખાતાધારકોને તેનો લાભ થશે.
EPFO decides the rate of interest EPF for FY23. The rate of interest on EPF would be 8.15% for FY23. The labour ministry will send the proposal to the finance ministry for approval. pic.twitter.com/tPBqLgVTXm
— ANI (@ANI) March 28, 2023
માર્ચમાં CBT મીટિંગમાં વ્યાજ દરો નક્કી થાય છે
તમને જણાવી દઈએ કે દર વર્ષે માર્ચમાં CBT મીટિંગમાં વ્યાજ દરો નક્કી કરવામાં આવતા હોય છે. અને EPFOએ ગયા વર્ષે સારી કમાણી કરી હતી.જેથી આ વખતે વ્યાજદરમાં વધારો થવાની ધારણા હતી.
આ પણ વાંચો : પલસાણા નજીક નેશનલ હાઇવે ઉપર ટેન્કરે કારને 500 મીટર ઢસડી, જુઓ કાર ચાલકનું શુ થયું ?