EPF, PPF અને NPS શું ફર્ક છે આ ત્રણ સેવિંગ સ્કીમમાં કઇ છે Best?
ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે બચત ખુબ જ જરૂરી છે. દરેક વ્યક્તિ કોઇ ને કોઇ સ્કીમમાં ઇન્વેસ્ટ કરીને ભવિષ્ય માટે મોટુ ફંડ એકત્રિત કરવા ઇચ્છે છે. સેવિંગ્સની બાબતમાં સરકારની EPF, PPF અને NPS યોજનાઓ ખુબ જ લોકપ્રિય છે. શું તમે જાણો છો કે આ ત્રણ સ્કીમમાં શું ફર્ક છે અને તેના શું શું બેનિફિટ્સ છે?
EPFના શું છે ફાયદા?
એમ્પ્લોઇ પ્રોવિડન્ડ ફંડ માટે ઇપીએફઓની રચના 4 માર્ચ, 1952ના રોજ થઇ હતી. તે શ્રમ અને રોજગાર મંત્રાવય અંતર્ગત આવે છે. આ સંગઠનનો ઉદ્દેશ કર્મચારીઓને સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ આપવાનો છે. ઇપીએફઓ હેઠલ સંસ્થાના કર્મચારીઓને પ્રોવિડન્ડ ફંડ, પેન્શન અને વીમા સાથે જોડાયેલા ઘણા લાભ આપવામાં આવે છે. પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનારા કર્મચારીઓ માટે સેલરીમાંથી બચતનો આ બેસ્ટ ઓપ્શન છે. 20થી વધુ વર્કફોર્સ વાળી કંપનીના કર્મચારીઓની સેલરીનો કેટલોક ભાગ ઇપીએફ એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. ઇપીએફ હેઠળ બેઝિક સેલરી અને ડીએનો 12 ટકા હિસ્સો પીએફ ફંડમાં જમા થાય છે અને આટલો જ હિસ્સો એમ્પ્લોયર તરફથી પણ જમા કરવામાં આવે છે. ઈપીએફ પર જમા રાશિ પર કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો ફાયદો મળે છે. એમ્પ્લોયરના ભાગમાં 8.33 ટકા ઇપીએસમાં જાય છે, જ્યારે બાકી 3.67 ટકા ઇપીએફમાં ઇન્વેસ્ટ રહે છે. રિટાયરમેન્ટ બાદ પીએફના પૈસા કર્મચારીઓને એકસાથે અને ઇપીએસના પૈસા પેન્શન કરીકે મળે છે. હાલમાં સરકાર તરફથી આ સ્કીમ પર 8.1 ટકા વ્યાજ મળે છે.
PPF એકાઉન્ટના શું છે ફાયદા?
બીજા નંબર પર સેવિંગની બેસ્ટ સ્કીમ તરીકે પબ્લિક પ્રોવિડન્ડ ફંડ એટલે કે પીપીએફ આવે છે. આ સૌથી પોપ્યુલર સ્મોલ સેવિંગ સ્કીમ છે. તમારા પૈસાની સુરક્ષાની સાથે તમને બહેતર વ્યાજની ગેરંટી પણ મળે છે. આ સરકારી સ્કીમમાં તમે ઓછામાં ઓછા વાર્ષિક 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. આ રકમ તમે એકસાથે અથવા કટકે કટકે જમા કરી શકો છો. કોઇ પણ બેન્ક કે પોસ્ટ ઓફિસની એફડી કરતા પીપીએફમાં વધુ વ્યાજ મળે છે. હાલમાં સરકાર આ સ્કીમમાં 7.1 ટકા વ્યાજ આપે છે. આ રોકાણ પર ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. જેનું દર વર્ષે આકલન થાય છે. દર વર્ષે માર્ચ મહિનામાં તેની ચુકવણી કરવામાં આવે છે. દર 3 મહિને વ્યાજ દરોની સમીક્ષા કરવામાં આવે છે. 15 વર્ષનો મેચ્યોરિટી પિરિયડ પુરો થતા તમે આ રકમ લઇ શકો છો. તેમાં 5-5 વર્ષનો એક્સટેન્ડ પિરિયડ પણ હોય છે. તે સંપુર્ણ રીતે ટેક્સ ફ્રી છે. તમને છ વર્ષ બાદ આ એકાઉન્ટમાંથી લોન પણ મળી શકે છે. લોન લેનારી વ્યક્તિએ 9.1 ટકાના દરે વ્યાજ ચુકવવું પડે છે.
NPS એકાઉન્ટના શું છે ફાયદા?
નેશનલ પેન્શન સ્કીમ આ સરકારી બચત યોજના રિટાયરમેન્ટ ફંડ બનાવવા માટે સૌથી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે. તમે તમારી વૃદ્ધાવસ્થામાં કોઇ વ્યક્તિ પર નિર્ભર રહેતા નથી. આવા સંજોગોમાં લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે આ સરકારી સ્કીમ સૌથી લોકપ્રિય છે. આ સ્કીમ હેઠળ તમે મહિને 6000 રુપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. 60 વર્ષની ઉંમર બાદ 50,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. તમે રોજ 200 રૂપિયા બચાવીને તમારુ ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. આ રોકાણ પર ટેક્સ છુટ પણ મળે છે. અહીં તમે 1.5 લાખ રૂપિયા 80 સી હેઠળ ટેક્સમાંથી બાદ મેળવી શકો છો. જે લોકોને પેન્શન આવવાનું નથી તેમના માટે રિટાયરમેન્ટ બાદ આવક મેળવવા આ બેસ્ટ સ્કીમ છે.
આ પણ વાંચોઃ યોગા મેટ ગંદી હશે તો થશે વધુ નુકશાનઃ આ રીતે કરો સાફ