ટ્રેન્ડિંગયુટિલીટી

PF ખાતામાં રૂ.9330 કરોડ લાવારિસ, તમારા પણ છે તો… જાણો કેવી રીતે નીકાળવા

EPF inoperative accounts unclaimed money 9330 crore: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) એકાઉન્ટ્સ અને ભારતીય જીવન વીમા નિગમ (LIC) ની પોલિસીઓમાં ₹16,600 કરોડથી પણ વધુની રકમ લાવારિસ (બિનવારસી) પડી છે, જેનો અત્યાર સુધી કોઈ દાવેદાર સામે આવ્યો નથી. એક આઈટીઆઈ (RTI) ના જવાબમાં સામે આવેલા સત્તાવાર આંકડા અનુસાર, 31 માર્ચ 2026 સુધીમાં દેશના આશરે 31 લાખ નિષ્ક્રિય (Inoperative) પીએફ ખાતાઓમાં ₹9,300 કરોડથી વધુની રકમ પડી રહી છે.

₹9,330 કરોડથી વધુની બિનવારસી રકમ

નોંધનીય છે કે કેન્દ્રીય શ્રમ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમના દ્વારા કોઈપણ પીએફ એકાઉન્ટને ‘અનક્લેઇમડ એકાઉન્ટ’ (Unclaimed Account) જાહેર કરવામાં આવ્યું નથી, તેના બદલે તેને ‘ઈનઓપરેટિવ ખાતું’ (નિષ્ક્રિય ખાતું) ગણવામાં આવે છે. સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, સૌથી વધુ બિનવારસી રકમ ઈપીએફના આ નિષ્ક્રિય ખાતાઓમાં જ જમા છે, જે આશરે ₹9,330.56 કરોડ જેટલી થાય છે.

LIC ના નાણાં ઉમેરીએ તો આંકડો ₹16,600 કરોડ પાર

પીએફ ખાતાઓ ઉપરાંત દેશની સૌથી મોટી વીમા કંપની LIC પાસે પોલિસીધારકોની ₹5,564.55 કરોડની લાવારિસ રકમ પડી છે. આમ કુલ મળીને, નિષ્ક્રિય ઈપીએફ ખાતાઓમાં જમા રકમ અને એલઆઈસી પોલિસીધારકોની બિનવારસી પડી રહેલી રકમ (જેમાં વ્યાજની આવક પણ સામેલ છે) મળીને કુલ ₹16,649.06 કરોડ જેટલું ભંડોળ દાવેદારો વગર પડ્યું છે.

EPF માંથી તમારા નાણાં કેવી રીતે ઉપાડશો?

જો તમે ભૂતકાળમાં નોકરી બદલી હોય અને અગાઉની કંપની પાસે જમા થયેલી પીએફની રકમ ઉપાડી કે ટ્રાન્સફર ન કરી હોય, તો તમારે આ ખાસ બાબતો ધ્યાનમાં રાખવી પડશે:

  • ખાતું સતત ૨ મહિના સુધી નિષ્ક્રિય રહે તો પૂરેપૂરી રકમ ઉપાડી શકાય છે.

  • તમારા PAN, આધાર અને બેંક એકાઉન્ટની વિગતો જેવા KYC દસ્તાવેજો UAN નંબર સાથે લિંક હોવા ફરજિયાત છે.

  • જો ખાતું 7 વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય હશે, તો ક્લેમ સેટલમેન્ટ માટે વધારાના ચકાસણી દસ્તાવેજો સબમિટ કરવા પડશે.

  • પીએફ એકાઉન્ટના સમયગાળા (વર્ષો) ના આધારે નિયમ મુજબ ટેક્સ પણ લાગુ પડી શકે છે.

ઓનલાઈન ક્લેમ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

1. સૌથી પહેલા EPFO ની સત્તાવાર વેબસાઈટ પર જઈ તમારા UAN નંબર અને પાસવર્ડ વડે લોગિન કરો.

2. ‘Our Services’ ટેબ હેઠળ ‘For Employees’ વિકલ્પ પર ક્લિક કરો.

3. ફાઈનલ સેટલમેન્ટ માટે Form-19 અથવા પેન્શન વિથડ્રોઅલ માટે Form-10C પસંદ કરો.

4. તમારો UAN, જૂનો PF એકાઉન્ટ નંબર અને આધાર વિગતો ચકાસી લો.

5. જરૂરી વિગતો ભરીને ઓનલાઈન ફોર્મ સબમિટ કરી દો.

UAN ન હોય તો ઓફલાઈન ક્લેમ કેવી રીતે કરવો?

જો તમારી પાસે UAN નંબર નથી અથવા ઓનલાઈન પ્રોસેસમાં તકલીફ પડી રહી છે, તો તમે ઓફલાઈન રીતે પણ ક્લેમ કરી શકો છો. આ માટે EPFO વેબસાઈટ પરથી ફોર્મ 19 અથવા 10સી ડાઉનલોડ કરો. આ ફોર્મ મેન્યુઅલી સાચી વિગતો સાથે ભરો અને સાથે જરૂરી કેવાયસી (KYC) દસ્તાવેજો જોડીને તમારી નજીકની EPFO ઓફિસે જમા કરાવી દો. ચકાસણી પૂર્ણ થયા બાદ રકમ તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.

આ પણ વાંચોઃ સત્તા હંમેશા માટે નથી રહેતી, જવાબદારી નક્કી થવી જોઈએ: CJPના વિરોધ પ્રદર્શન પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

આ પણ વાંચોઃ ભારતીય ફૂટબોલના દિગ્ગજે મેસ્સીને લઈને આપ્યું ચોંકાવનારું નિવેદન, જાણો શું કહ્યું

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button