અમદાવાદ: ડ્રાઈવ-ઈન રોડ પાસે રહેતા 60 વર્ષીય વૃદ્ધમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ જોવા મળ્યો હતો.આ દર્દીને દાખલ કરવાની જરૂર પડી નહોતી. તો દર્દીની કોઈ વિદેશી હિસ્ટ્રી પણ નહોતી.
કોરોના ઓમિક્રોનના નવા વેરિયન્ટ BF.7 નો પ્રથમ કેસ ભારત દેશમાં ગુજરાત ખાતે નોધાયો છે. અમદાવાદમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ નોધાતા તંત્ર હરકતમાં આવી ગયું છે. ડોક્ટરોના માટે, ઓમિક્રોન વાઇરસનો આ નવો સ્ટ્રેન અત્યંત ચેપી છે. અમદાવાદમાં ડ્રાઈવ-ઈન રોડ રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધમા આ પ્રકારનો વાયરસ જોવા મળ્યો છે. આ દર્દીને દાખલ કરવાની જરૂર પડી નહોતી. તેમજ આ દર્દીની કોઈ વિદેશી હિસ્ટ્રી પણ જોવા મળી નથી. 3 મહિના બાદ નવો વેરિયન્ટ જોવા મળતા તંત્ર થયું એલર્ટ
એ કેસ નોધાતા જ તંત્રએ જરૂરી કામગીરી હાથ ધરી છે. સાવચેતીના ભાગરૂપે કોર્પોરેશને દર્દીન અપરીવાર તેમજ તેના સંર્પકમાં આવેલ 10 લોકોની તપાસ કરી હતી. 15 જુલાઈએ દર્દીના સેમ્પલ સેમ્પલ ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં તપાસ માટે મોકલાયા હતા. લેબોરેટરીમાં દર્દીના સેમ્પલનું જિનોમ સિક્વન્સિંગ કરાયું હતું. જિનોમ સિક્વન્સિંગમાં વાયરસનો સ્ટ્રેન BF.7 હોવાની કોર્પોરેશનને જાણ કરાઈ હતી. આરોગ્યની ટીમે દર્દીના પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરી હતી પરંતુ તેમનામાં કોઈ લક્ષણો જોવા નહોતા મળ્યા. BF.7 વેરિયન્ટ ઓફ કન્સર્ન કેસ ચાઈના ઉપરાંત 4 દેશોમાં જોવા મળ્યા છે. જેમાં યુ.કે., જર્મની, ફ્રાન્સ, યુએસ અને હવે ભારતનો સમાવેશ થયો છે.
આ પણ વાંચો : ગાંઘીનગરમાં ડિફન્સ એક્સપોનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન